અમદાવાદમાં Gold-Silverના ભાવમાં તોતિંગ કડાકો, જાણીલો ફટાફટ આજના નવા ભાવ, ખરીદવાનો સમય?

અમદાવાદમાં Gold-Silverના ભાવમાં તોતિંગ કડાકો, જાણીલો ફટાફટ આજના નવા ભાવ, ખરીદવાનો સમય?
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસથી બચાવવા માટે રસી આવી હોવાના સમાચારોને કારણે વિશ્વભરના રોકાણકારોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે

 • Share this:
  નવી દિલ્હી: કોરોના વાયરસથી બચાવવા માટે રસી આવી હોવાના સમાચારોને કારણે વિશ્વભરના રોકાણકારોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. આને કારણે ઘરેલુ બજારમાં સોનાના ભાવ પણ ઘટ્યા છે. દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 1049 રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવમાં રૂ .1588નો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદમાં પણ ચાંદી 2000 રૂરિયા અને સોનું 1200 રૂપિયા સસ્તુ થયું છે. નિષ્ણાંતો કહે છે કે, કોરોના રસી જલ્દી આવે તેવી સંભાવનાને કારણે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. આ સિવાય ગોલ્ડ ઇટીએફનું હોલ્ડિંગ આ મહિનામાં 10 લાખ આઊંસ ઘટી ગયું છે. આ સૂચવે છે કે, રોકાણકારો ધીરે ધીરે સોનાથી હોલ્ડિંગ ઘટાડતા હોય છે. વિદેશી બજારમાં સોનાના ભાવ 4 મહિનાના તળિયે આવી ગયા છે.

  અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 24 November 2020) - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 24th November 2020) આજે મંગળવારે એક કિલો ચાંદી ચોરસાનો ભાવમાં રૂપિયા 2000નો કડાકો જોવા મળ્યો છે. આજે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 60,500 અને ચાંદી રૂપું 60300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ગઈકાલે સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 62500 હતો, જ્યારે ચાંદી રૂપુનો ભાવ 62,300 હતો.  અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 24 November 2020) - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં Goldના ભાવમાં પણ રૂપિયા 1200નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,000 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. ગઈ કાલે સોમવારે 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,200 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

  અમદાવાદ: દિવાળીના દિવસે Silverના ભાવમાં ઉછાળો, જાણીલો આજના નવા ભાવ

  અમદાવાદ: 10 દિવસ પહેલા દિવાળીના દિવસે શું ભાવ હતો?

  નવી સોનાની કિંમતો (Gold Price, 24 November 2020) - આજે પાટનગર દિલ્હીમાં 10 ગ્રામ સોનું રૂ .1,049 ઘટીને રૂ. 48,569 પર આવી ગયું છે. સોમવારે, તે એક દિવસના કારોબાર પછી 49,618 પર બંધ રહ્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1,830 પ્રતિ ઔંસ પર આવી ગયો છે.

  Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

  Amazon સાથે પૈસા કમાવાની તક, ફક્ત 4 કલાક કામ કરો અને મહિને કમાઓ 70 હજાર રૂપિયા

  નવી સિલ્વર કિંમતો (Silver Price, 24 November 2020) - એચડીએફસી સિક્યુરિટીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. 1,588 સસ્તી થઈ છે. તેના ભાવ પ્રતિ કિલો રૂ .59,301 પર આવી ગયા છે. આ પહેલા સોમવારના કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ .60,889 બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ ઔંસ ભાવ $ 23.42 હતા.
  Published by:kiran mehta
  First published:November 24, 2020, 18:38 pm

  टॉप स्टोरीज