Gold-Silverના ભાવમાં કડાકો, જાણો અમદાવાદનો Today Goldનો નવો ભાવ, નવેમ્બરમાં સસ્તુ સોનું ખરીદવાનો મોકો મળશે

News18 Gujarati
Updated: October 20, 2020, 6:33 PM IST
Gold-Silverના ભાવમાં કડાકો, જાણો અમદાવાદનો Today Goldનો નવો ભાવ, નવેમ્બરમાં સસ્તુ સોનું ખરીદવાનો મોકો મળશે
પ્રતિકાત્મક તસવીર

જાણકારોનું માનવું છે કે, દિવાળી બાદ સોનાના ભાવમાં એકવાર ફરી તેજી જોવા મળી શકે છે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં રાહત પેકેજને લઈ જાહર અનિશ્ચિતતાના કારણે વિદેશી બજારોમાં સોનાની કિંમતો સળંગ ઘટી રહી છે. જેની અસર આજે સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 268 રૂપિયા સુધી ગગડી ગયા છે. તો એક કિલો ચાંદીના ભાવમાં 1126 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, બજારના જાણકારોનું માનવું છે કે, દિવાળી બાદ સોનાના ભાવમાં એકવાર ફરી તેજી જોવા મળી શકે છે. ડિસેમ્બરના અંત સુધીમાં સોનું અત્યાર સુધીમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી શકાય છે. સોનામાં દરેક 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. એક્સપર્ટનું કહેવું છે કે, દિવાળી બાદ સોનું 52500થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 20th October 2020) - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 21th october 2020) આજે મંગળવારે એક કિલો ચાંદી ચોરસા 62,500 અને ચાંદી રૂપું 62,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

અમદાવાદ સોનાનો ભાવ (Gold Price Today, 20th October 2020) - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

આ પણ વાંચો - ગત મંગળવારનો સોનાનો ભાવ કેટલો હતો

દિલ્હી સોનાની નવી કિંમત (Gold Price Today, 20th October 2020) - HDFC સિક્યોરિટી અનુસાર, દિલ્હી શર્રાફા બજારમાં 99.9 ટકાવાળા 10 ગ્રામ સોનાનાભાવ મંગળવારે 268 રૂપિયા ગગડ્યા છે. દિલ્હીમાં હવે નવી કિંમત 50,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છ. તો, એક દિવસ પહેલા એટલે કે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવ 51,128 રૂપિયા પર બંધ રહ્યા હતા.

દિલ્હી ચાંદીની નવી કિંમત (Silver Price, 20th October 2020) - મંગળવારે ચાંદીની નવી કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી 1126 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ 62,189 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. જ્યારે સોમવારે ચાંદીનો ભાવ 63,315 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.નવેમ્બરમાં ફરીથી મળશે સસ્તુ સોનું ખરીદવાનો મોકો - રિઝર્વ બેન્કે સોવરેન ગોલ્ડ બોન્ડના વેચાણનું પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન અનુસાર, ચાલુ નાણાકીય વર્ષની વચ્ચે 5 મહિનામાં સોવરન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો 5 વખત મોકો મળશે. ઓક્ટોબર 2020માં આ મોકો 12 તારીખથી મળ્યો હતો. હવે આગામી મોકો નવેમ્બર 2020માં મળશે.

સોવરેન સ્વર્ણ બોન્ડ યોજનાની 2020-21 શ્રુંખલાની આઠમી કડી હેઠળ 9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી સસ્તુ ગોલ્ડ વેચવામાં આવશે. બાદમાં રોકાણ કરનારને 18 નવેમ્બર 2020ના રોજ ગોલ્ડ બોન્ડ એલોટ કરી દેવામાં આવશે. આરબીઆઈએ તારીખોની જાહેરાત કરતા કહ્યું કે, આમાં કોઈ ભારતીય નાગરીક રોકાણ કરી ગોલ્ડ ખરીદી શકે છે.
Published by: kiran mehta
First published: October 20, 2020, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading