અમદાવાદ: Goldની કિંમતાં ઉછાળો, તો ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો, ફટાફટ જાણો નવા ભાવ

News18 Gujarati
Updated: September 16, 2020, 6:29 PM IST
અમદાવાદ: Goldની કિંમતાં ઉછાળો, તો ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો, ફટાફટ જાણો નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે. જોકે, એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

  • Share this:
અમદાવાદ : ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ અને ગ્લોબલ માર્કેટમાં વધેલી કિંમતોના કારણે સોનાની કિંમતમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી બજારમાં સોનાના ભાવમાં 137 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, અને ચાંદીના ભાવમાં 517 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે. જોકે, એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price on 14 September 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 66,000 અને ચાંદી રૂપું 65800 રૂપિાયાની સપાટીએ પહોંચી છે. મંગળવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 66,500એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 66,300ના ભાવે બંધ રહ્યું હતું.

આ ઉપરાંત આજે બુધવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 14 September 2020) 200 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,700 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,500 રૂપિયાના ભાવે રહ્યું હતું.

દિલ્હીમાં ગોલ્ડના આજના ભાવ - મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ (10 ગ્રામ)માં 137 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજના ભાવ 53,030 રૂપિયા પહોંચી ગયા છે. આ પહેલા સોમવારે 53,167 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા.

દિલ્હીમાં ચાંદીના ભાવ - ચાંદીની કિંમતમાં 517 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી સર્રાફા બજારમાં ચાંદીની કિંમત 70,553 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા મંગળવારે ચાંદીનો ભાવ 71,070 રૂપિયા પર બંધ રહ્યો હતો.
Published by: kiran mehta
First published: September 16, 2020, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading