અમદાવાદ Gold Price : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ફટાફટ જાણીલો આજની નવી કિંમત

અમદાવાદ Gold Price : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ફટાફટ જાણીલો આજની નવી કિંમત
અમદાવાદ સોના-ચાંદીની નવી કિંમત

આજે પણ ભારતીય બજારોમાં સોનાની કિંમત ઊંચી નોંધાઇ છે. જોક્ હજુ પણ ભાવ 10 ગ્રામ દીઠ 50 હજાર રૂપિયાથી નીચે રહ્યા છે.

 • Share this:
  અમદાવાદ : આજે પણ ભારતીય બજારોમાં સોનાની કિંમત ઊંચી નોંધાઇ છે. જોક્ હજુ પણ ભાવ 10 ગ્રામ દીઠ 50 હજાર રૂપિયાથી નીચે રહ્યા છે. 12 જાન્યુઆરી, 2021ના ​​રોજ, દિલ્હી સરાફા માર્કેટમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 297 રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે, ચાંદીનો ભાવ આજે 1,404 રૂપિયા વધ્યો હતો. આ બાજુ અમદાવાદમાં પણ ચાંદીમાં 500 રૂપિયાનો ઉછાળો અને સોનામાં 100 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 10 ગ્રામ દીઠ 48,649 રૂપિયા પર બંધ થયું હતું. ત્યારે, ચાંદી રૂ. 63,976. પ્રતિ કિલોગ્રામ હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ આજે સોના-ચાંદીના ભાવ વધ્યા છે.

  અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 12 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 12 January 2021) આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઉછાળો નોંધાતા એક કિલો ચાંદી ચોરસા 66,500 અને ચાંદી રૂપું 66,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 66,000એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 65,800ના ભાવે બંધ રહ્યું હતું.  અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 12 January 2021 - આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price, 12 January 2021) 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, સોમવારે અમદાવાદમાં સોનું સ્ટાન્ડર્ડ (99.9)ના ભાવ 51,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5)ના ભાવ 51,000 પર બંધ રહ્યા હતા.

  નવી સોનાની કિંમતો (Gold Price, 12 January 2021) - મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 297 રૂપિયાનો વધારો થયો છે. પાટનગર દિલ્હી (દિલ્હી) માં, 99.9 ગ્રામ શુદ્ધતાવાળા સોનાના નવા ભાવ હવે 10 ગ્રામ દીઠ 48,946 રૂપિયા થયા છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સોનું 10 ગ્રામ દીઠ 48,649 રૂપિયા પર બંધ થયું હતું.

  નવી સિલ્વર કિંમતો (Silver Price, 12 January 2021) - મંગળવારે ચાંદીમાં પણ વધારો નોંધાયો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1,404 નો ઉછાળો નોંધાયો હતો. હવે તેની કિંમત પ્રતિ કિલો 65,380 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  Published by:kiran mehta
  First published:January 12, 2021, 20:21 pm

  ટૉપ ન્યૂઝ