ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?

ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?
પ્રતિકાત્મક તસવીર

7 ઓગસ્ટના દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

 • Share this:
  અમદાવાદઃ અત્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતાના પગલે સોના-ચાંદીના ભાવમાં અસર થઈ રહી છે. જોકે, ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો સોના-ચાંદી માટે થોડો બે તરફી વલણવાળો રહ્યો હતો. ઓગસ્ટમાં પહેલા કોરોના વેક્સીનની (corona vaccine) સકારાત્મકતાના માહોલ વચ્ચે સપ્તાહ દરમિયાન એટલે કે 7 ઓગસ્ટ સુધી સોના-ચાંદી (Gold-Silver price)માં લાલઘુમ તેજી જોવા મળી હતી. બંને કિમતી ધાતુઓ પોતાની તેજીની ચરમસીમા (Alltime high) ઉપર પહોંચી ગઈ હતી.

  જોકે, ત્યારબાદથી સોના-ચાંદીમાં વધતા ઓછા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. આમ એક સપ્તાહના અંતમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મહિનામાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price) 500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price) 3100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.  7 ઓગસ્ટે સોનું-ચાંદી હતું ઓલટાઈમ હાઈ સપાટીએ
  દેશવિદેશમાં કોરોનાના કહેર વચ્ચે રશિયા અને ત્યારબાદ ચીનના કોરોના વેક્સીનના સફળ દાવાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળતાં 7 ઓગસ્ટના દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

  રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો
  એકથી સાત ઓગસ્ટ સુધી સોના-ચાંદીમાં સતત તેજી જોવા મળી હતી. આમ સાત ઓગસ્ટે અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બંને કિંમતી ધાતુઓ સતત ઘટાડા તરફ જતાં મહિનાના અંતે 31 ઓગસ્ટે 10 ગ્રામ સોનાનો ભાવ 52,500 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 65,000 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. આમ રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો નોંધાયો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'શિવ શક્તિ ઢાબા'માં જમવા જાઓ છો? તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ

  આ પણ વાંચોઃ-સોના ઉપર મળી રહ્યું છે પાછલા 5 મહિનાનું સૌથી વધારે ડિસ્કાઉન્ટ, તમારી પાસે છે મોકો

  મહિના પહેલા અને છેલ્લા દિવસે કેટલા હતા સોના-ચાંદીના ભાવ?
  અમદાવાદ બુલિયન માર્કેટમાં મહિનાના પહેલા દિવસે એટલે કે એક ઓગસ્ટે એક કિલો ચાંદીનો ભાવ 65,500 રૂપિયા અને 10 ગ્રામ સોનાનો ભાવ 55,600 રૂપિયા હતો. જ્યારે ઓગસ્ટના છેલ્લા દિવસે એટલે કે 31 ઓગસ્ટના દિવસે એક કિલો ચાંદીનો ભાવ 65,000 રૂપિયા અને 10 ગ્રામ સોનાનો ભાવ 52,500 રૂપિયા હતો. આમ મહિના દરમિયાન એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price) 500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price) 3100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

  ઓગસ્ટમાં સોના-ચાંદીની મોટી મૂવમેન્ટ

  ગ્રાફિક્સ
  નિષ્ણાંતોનું માનવું છે?
  ભારત અને ચીન વચ્ચેના તણાવ વધવાના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઉંચાઈ ઉપર પહોંચી શકે છે. વૈશ્વિક સ્થિતિઓની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવ નીચે તરફ જઈ રહ્યો છે. આમ છતાં નિષ્ણાંતોનું માનવું છે કે દિવાળી સુધી સોનું 64,000 રૂપિયાથી 82,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

  આંતરરાષ્ટ્રીય બજારમાં બે સપ્તાહની નવી ઉંચાઈ ઉપર પહોચ્યો સોનાના ભાવઃ

  વૈશ્વિક સ્તર ઉપર સોનાની કિંમતો સોમવારે 31 ઓગસ્ટે લગભગ બે સપ્તાહની ઉંચાઈ ઉપર પહોંચ્યું હતું. નબળા અમેરિકન ડોલરના પગલે સોનાની માંગ વધી છે. અમેરિકી ફેડરલ રિઝર્વની નવી નીતિના સંકેત મળ્યા છે. આવનારા સમય બાદ વ્યાજ દર કેટલાક સમય માટે ઓછી રહેશે.
  Published by:ankit patel
  First published:September 01, 2020, 10:15 am

  ટૉપ ન્યૂઝ