કરોડો રૂપિયા સેલરી આપતી આ વિદેશી કંપનીની મોટી જાહેરાત! ભારતમાં 1460 લોકોને આપશે નોકરી

News18 Gujarati
Updated: May 16, 2020, 3:41 PM IST
કરોડો રૂપિયા સેલરી આપતી આ વિદેશી કંપનીની મોટી જાહેરાત! ભારતમાં 1460 લોકોને આપશે નોકરી
પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે 1460 ભારતીય ગ્રેજ્યુએટ અને વિદ્યાર્થીઓને નોકરી અને ઈન્ટર્નશિપ આપશે.

  • Share this:
નવી દિલ્હી : ગોલ્ડમેન સૈક્સ ગ્રુપ ઈન્ક (Goldman Sachs Group Inc) આ વર્ષે 1460 ભારતીય ગ્રેજ્યુએટ અને વિદ્યાર્થીઓને નોકરી અને ઈન્ટર્નશિપ આપશે. કોરોના વાયરસ મહામારી બાદ પણ કંપની પોતાના વિસ્તાર સાથે યોજના સાથે આગળ વધી રહી છે. ગોલ્ડમેન સૈક્સ ગ્રુપ ઈન્કની ભારત પ્રમુખ ગુંજન સામતાનીએ એક ઈન્ટરવ્યૂમાં રોયટર્સને જણાવ્યું કે, 1460ની સંખ્યામાં અડધા લોકોને નોકરી પર રાખવામાં આવશે આ નોકરી અડધા બેંગ્લોરમાં બેન્કના પ્રૌદ્યોગિકી કેન્દ્રમાં હશે. બાકી લોકોને ઈન્ટર્નશિપમાં રાખવામાં આવશે. કોરોના વાયરસના કારણે બેન્ક થોડા દિવસ માટે બીજા દેશમાં કામ કરી રહેલા 40 ટકા - 50 ટકા કર્મચારીઓને ભારત બોલાવી શકે છે.

સમતનીએ કહ્યું કે, અમે પ્રત્યેક આવનાર ઈન્ટર્ન અને ગ્રેજ્યુએટનું સન્માન કરીએ છીએ. અમેરિકન અને યૂરોપીય બેન્કોએ કર્મચારીઓમાં ઘટાડાનો નિર્ણય હાલ પૂરતો ટાળી દીધો છે, તેમનું કહેવું છે કે, તે એ વાતને લઈ અનિશ્ચિત છે કે કોરોનાવાયરસનો પ્રકોપ ક્યાં સુધી અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડશે અને એ વાતથી ચિંતિત છે કે, જો અચાનક બિઝનેસ થંભી જાય તો તેની બિઝનેસ પર ખરાબ અસર પડશે.

ગોલ્ડમેન સૈક્સ ગ્રુપ ઈન્કે ગત વર્ષે બેંગ્લોરમાં $ 250 મિલિયનની ઓફિસ કેમ્પસ લોન્ચ કરી, જેમાં 9000 કર્મચારી બેસી શકે છે. વર્તમાનમાં આ સુવિધા લગભગ 5,500 શ્રમિકો પાસે છે. કર્મચારી પ્રદ્યોગિકિ, નાણા અને માનવ સંશાધન સહિત વિભિન્ન પ્રકારના કાર્યોમાં કામ કરે છે. ભારત સરકારે માર્ચમાં દેશને લોકડાઉન કર્યું, જેના કારણે મોટાભાગના લોકોને ઘરેથી કામ કરવા માટે મજબૂર થવું પડ્યું.

ઈન્ટર્ન અને ગ્રેજ્યુએટ કર્મચારીઓની પહેલી બેન્ચ 4 મેના રોજ બેંગ્લોરમાં ફર્મમાં સામેલ થઈ ગઈ છે. શેર્ષ ઈન્ટર્ન અને ગ્રેજ્યુએટ જુલાઈ સુધી સામેલ થઈ જશે.
First published: May 16, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading