Home /News /business /

Goldman Sachs : આ કંપનીના કર્મચારીઓ લઇ શક્શે અમર્યાદિત વેકેશનની મજા

Goldman Sachs : આ કંપનીના કર્મચારીઓ લઇ શક્શે અમર્યાદિત વેકેશનની મજા

Goldman Sachs gives unlimited leaves to senior employees

આવી વેકેશન પોલિસીથી કામ પર ખૂબ ઓછી અસર થાય તેવું બની શકે છે. એચઆર પ્લેટફોર્મ દ્વારા 2017માં થયેલા અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની રજાની પોલિસી ધરાવતી કંપનીઓના કર્મચારીઓ રજાની સામાન્ય સિસ્ટમોની તુલનામાં વર્ષમાં ઓછા દિવસોની રજા લે છે.

વધુ જુઓ ...
  જોબ માર્કેટ (Job market)માં ટેલેન્ટની મોટી તંગી જોવા મળી રહી છે, ત્યારે ગોલ્ડમેન સાક્સ ગ્રુપ ઇન્ક. (Goldman Sachs) નવો વિચાર લઈને આવી છે. ગોલ્ડમેન સાક્સ ગ્રુપના સીનિયર કર્મચારીઓને હવે અમર્યાદિત સંખ્યામાં રજા (unlimited vacation) લઈ શકે છે.

  બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ન્યૂયોર્ક ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમેન સાક્સના ભાગીદારો અને મેનેજિંગ ડિરેક્ટરો જ્યારે જરૂર પડે ત્યારે ગમે તેટલી રજા લઈ શકે છે. કંપનીના મેમો અનુસાર, જુનિયર કર્મચારીઓ પર હજુ પણ રજાઓની મર્યાદા છે. પરંતુ ચાલુ મહિને લાગુ કરવામાં આવેલી નવી નીતિ હેઠળ તેમને દર વર્ષે ઓછામાં ઓછા બે વધારાના દિવસની રજા આપવામાં આવશે.

  2023થી ગોલ્ડમેનના તમામ કર્મચારીઓને ત્રણ સપ્તાહની રજા લેવી પડશે તેમ મેમોમાં કહેવામાં આવ્યું છે. તેમાં ઓછામાં ઓછા એક અઠવાડિયાની સળંગ રજાનો સમાવેશ પણ થાય છે.

  ભૂતકાળમાં કર્મચારીઓએ કરી હતી ફરિયાદ


  અહીં ઉલ્લેખનીય છે કે, બેંકના જુનિયર એનલિસ્ટ્સ દ્વારા અઠવાડિયામાં 100 કલાકના કામ અને અમાનવીય સ્થિતિમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં તકલીફ થવાની ફરિયાદ કર્યાના એક વર્ષ કરતા વધુ સમય પછી નવી વેકેશન નીતિ આવી છે. તે ફરિયાદ વોલ સ્ટ્રીટ પર ગુંજી ઉઠી હતી અને કંપનીએ કર્મચારીઓની વર્ક-લાઈફના સંતુલનને સુધારવા માટે પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું.

  આ પણ વાંચો -LIC Share Lists at 9% Discount: ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા, LIC રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?

  આવી વેકેશન પોલિસીથી કામ પર ખૂબ ઓછી અસર થાય તેવું બની શકે છે. એચઆર પ્લેટફોર્મ દ્વારા 2017માં થયેલા અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની રજાની પોલિસી ધરાવતી કંપનીઓના કર્મચારીઓ રજાની સામાન્ય સિસ્ટમોની તુલનામાં વર્ષમાં ઓછા દિવસોની રજા લે છે. તે પોલિસી ફક્ત ઊંચી રેન્ક પર જ લાગુ પડે છે. ત્યારે કામમાં રચ્યાપચ્યા રહેતા વર્કહોલિક કર્મચારીઓને આનાથી વધુ લાભ થશે નહીં. છતાં પણ બેંકનું આ પગલું આકર્ષક છે. કંપનીઓ કોરોના મહામારી દરમિયાન અમલમાં મુકેલી પોલિસી પરત ખેંચવા માંગે છે, ત્યારે જોબ માર્કેટ કેટલું સ્પર્ધાત્મક બન્યું છે તેનો ખ્યાલ આવે છે.

  Netflix Inc. અને ફાઇનાન્સ કંપનીઓ સહિત કંપનીઓમાં અનલિમિટેડ હોલીડે ભથ્થું મળવું સામાન્ય બાબત છે. આવી પ્રથા વધી રહી છે. પણ અમલીકરણ ધીમું છે. યુકે બ્રોકર ફિનકેપ ગ્રુપ Plcએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, 2022થી કર્મચારીઓને અનલિમિટેડ પેઇડ બ્રેક્સ ઓફર કરવા માટે તેની વેકેશન નીતિમાં ફેરફાર કરવામાં આવશે. કેપિટલ માર્કેટમાં કામના સમયે કર્મચારીઓ પરના ભારણને ઘટાડવા આ પ્રકારની રણનીતિ ઘડાઈ છે.

  આ પણ વાંચો -CIBIL Score ઓછો હોવા છતાં આ રીતે લઇ શકો છો પર્સનલ લોન, વાંચો વિગત

  કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓને ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. પણ હવે કર્મચારીઓ ઓફિસેથી કામ કરે તેવું કંપનીઓ ઈચ્છે છે અને છૂટછાટ પરત ખેંચવા માગે છે. આ પ્રકારના વેકેશનની પોલિસી બનાવી રહી છે. આવું કરવાથી કર્મચારીઓને ધ્રાસકો લાગશે નહીં. અહીં નોંધનીય છે કે, કર્મચારીઓ ઓફિસે પાછા ફરે તે માટે શરૂ કરાયેલી મફત નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ ગોલ્ડમેને ગયા મહિને બંધ કરી દીધી હતી.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Employees, Newyork

  આગામી સમાચાર