Flipkart પર એપલના ફોન ખરીદવાની સોનેરી તક, મળશે બમ્પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ

Flipkart પર એપલના ફોન ખરીદવાની સોનેરી તક, મળશે બમ્પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ
પ્રતિકાત્મક તસવીર

હમણાં જ રિપબ્લિક ડે મહાસેલ પૂર્ણ થયો છે. એટલામાં જ ફ્લિપકાર્ટ ફરી બીજો એક સેલ લઈને આવ્યું છે. જોકે આ સેલ માત્ર એપલ પ્રોડક્ટસ પર જ હશે.

  • Share this:
    નવી દિલ્હીઃ અત્યારે વેલન્ટાઈન વિક (valentine week) ચાલી રહ્યું છે ત્યારે Apple Day Sale ફ્લિપકાર્ટ પર શરુ થઈ ગયો છે. જે 14 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ફ્લિપકાર્ટ આઇફોન 11, આઇફોન 12 મીની, અને એરપોડ્સ સહિતના લોકપ્રિય એપલ પ્રોડકટ્સ પર બમ્પર ઓફર્સ આપી રહી છે.

    Card પર મળશે ડિસ્કાઉન્ટ?


    હા, એપલ ડે સેલમાં ફ્લિપકાર્ટ પર એચડીએફસી (HDFC) કાર્ડધારકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. એચડીએફસી અમુક આઇફોન્સ પર 9000 રૂપિયા સુધીનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. એચડીએફસી બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ થકી ચુકવણી કરવાથી આ ઓફરનો લાભ લઈ શકશો. આ સિવાય ઈઝી ઇએમઆઈ (Easy EMI)ના વિકલ્પો પર પણ ખરીદદારો છૂટનો લાભ મેળવી શકે છે. તો આવો જોઈએ Flipkart પર iPhones પર કઈ-કઈ બેસ્ટ ડીલ મળી રહી છે :

    - આઈફોન એસઈ (iPhone SE) ઓફરમાં ડિસ્કાઉન્ટ સાથે રૂ. 34,999માં ઉપલબ્ધ છે. આ સિવાય જો તમારી પાસે એચડીએફસી કાર્ડ છે, તો તમે 30,999 રૂપિયામાં આ ફોન મેળવી શકો છો. કારણ કે એચડીએફસી ફોન પર 4000 રૂપિયાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Apple સ્ટોર પર આઇફોન એસઇની કિંમત 39,999 રૂપિયા છે. આ સિવાય બાયર્સ જુના ફોનને એક્સચેન્જ પણ કરી શકે છે અને મહત્તમ 16,500 રૂપિયા સુધી છૂટ મેળવી શકે છે.

    આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

    આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

    - આઈફોન 12 મીની ( iPhone 12 Mini)ની કિંમત ફ્લિપકાર્ટ પર 69,900 રૂપિયા છે. પરંતુ જો તમે એચડીએફસી કાર્ડધારક છો, તો તમને 6000 રૂપિયાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એચડીએફસી ક્રેડિટ કાર્ડ થકી પેમેન્ટ પર વધારાના 3000 રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે. એક્સચેન્જ ઓફરમાં જુના ફોનના રૂ. 16,500 સુધીની છૂટ મેળવી શકો છો.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

    - આઈફોન 12 (iPhone 12) ફ્લિપકાર્ટ પર 79,900 રૂપિયામાં ઉપલબ્ધ છે, પરંતુ એચડીએફસી કાર્ડથી ખરીદી કરવા પર 73,900 રૂપિયામાં આ ફોન મળી શકે છે. આઇફોન 12 પર બેંક 6000 રૂપિયાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે હજી પણ તમે આ ફોન સસ્તામાં ખરીદી શકો છો, જો તમે જૂના ડિવાઇસને એક્સચેન્જમાં આપો તો રૂ. 16,500 સુધીની વધારાની છૂટ પણ મળશે. મોંઘોદાટ આઈફોન ખરીદવાનો શોખ ધરાવતા હોવ તો આ સોદો તમારા માટે બેસ્ટ ડીલ હોઈ શકે છે.



    - આઇફોન 11 સીરીઝનું એક મોડલ— આઇફોન 11 ફ્લિપકાર્ટ પર 49,999 રૂપિયાની ડિસ્કાઉન્ટેડે કિંમતે ઉપલબ્ધ છે. જોકે આઇફોન 11 પર કોઈ એચડીએફસી બેંક ઓફર લાગુ નથી પરંતુ ખરીદાર એક્સચેન્જ ઓફરનો લાભ મેળવી શકે છે અને 16,500 રૂપિયા સુધી છૂટ મેળવી શકે છે. એક વર્ષ પહેલા આઇફોન 11 ને 64,900 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:February 13, 2021, 18:14 IST

    ટૉપ ન્યૂઝ