Home /News /business /એક ચોકલેટની કિંમતમાં સોનું! ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ બિલ; જોઈને તમે પણ ચોંકી જશો
એક ચોકલેટની કિંમતમાં સોનું! ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ બિલ; જોઈને તમે પણ ચોંકી જશો
એક ચોકલેટની કિંમતમાં સોનું
સોશિયલ મીડિયા પર એક 60 વર્ષ જૂનું જ્વેલરીનું બિલ વાયરલ થઈ રહ્યુ છે. આમાં સોનાની કિંમત જોઈને તમે પડ ચોંકી જશો કે આવું પણ હોઈ શકે છે. 1959નું એક જ્વેલરી બિલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યુ છે, જેમાં એક તોલા સોનું માત્ર 113 રૂપિયામાં મળી રહ્યુ છે.
નવી દિલ્હીઃ મલ્ટીકમોડિટી એક્સચેન્જ પર ફ્યૂચર ગોલ્ડ તેના હજુ સુધીના ઊંચા સ્તરે પહોંચી ગયું છે. એમસીએક્સ ફ્યૂચર ગોલ્ડ 56,245ના નવા સ્તર પર પહોંચી ગયુ છે. પ્રતિ 10 ગ્રામ ગોલ્ડનું સ્પોટ રેટ પણ 56 હજારની ઉપર ચાલી રહ્યુ છે. સોનુ હંમેશા જ્વેલરીની સાથે-સાથે રોકાણ માટે પણ સારો વિકલ્પ રહ્યો છે. લાંબાગાળામાં આ તમને સારું વળતર આપે છે. સોનું સમયની સાથે સાથે તેનું મૂલ્ય પણ વધારી દે છે.
સોશિયલ મીડિયા પર એક 60 વર્ષ જૂનું જ્વેલરીનું બિલ વાયરલ થઈ રહ્યુ છે. આમાં સોનાની કિંમત જોઈને તમે પડ ચોંકી જશો કે આવું પણ હોઈ શકે છે. 1959નું એક જ્વેલરી બિલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યુ છે, જેમાં એક તોલા સોનું માત્ર 113 રૂપિયામાં મળી રહ્યુ છે. આજે અમૂલ કે કેડબેરીન એક ચોકલેટ આટલા રૂપિયામાં આવે છે. એટલે કે તમે કહી શકો કે, ત્યારે એક ચોકલેટની કિંમતમાં સોનું મળતુ હતું.
વાયરલ થઈ રહેલું આ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે. આ બિલ 3 માર્ચ 1959ના રોજ શિવલિંહ આત્મારામના નામનું છે. આ બિલ પર સોના ચાંદીના ધરેણાની કુલ કિંમત 909 રૂપિયા દેખાઈ રહી છે. જાણકારોનું માનીએ તો, જલ્દી સોનું 60 હજારના સ્તરને વટાવી શકે છે.
દિલ્હી સર્રાફા બજારમાં શુક્રવારે સાંજ સુધી 10 ગ્રામ સોનાની કિંમત 121 રૂપિયાથી વધીને 56,236 રૂપિયા થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સતત ચોથા કારોબારી દિવસે તેજીની સાથે ટ્રેડ થઈ રહ્યુ છે. શુક્રાવારે પ્રતિ ઔંસ સોનું 1898 ડોલર પર ટ્રેડ કરી રહ્યુ હતું. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં કમોડિટી રિસર્ચના સીનિયમ વાઈસ પ્રેસિડેન્ટ નવનતી દમાણીએ કહ્યુ કે, નબળો થતો ડોલર અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં નરમીની વધતી ખબરોની વચ્ચે સોનામાં ખરીદી વધી છે. આ જ કારણ છે કે, સતત ચોથા દિવસે સોનું ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યુ છે.
ક્યાં સુધી જશે સોનું
વિશ્લેષકોનું માનીએ તો સોનું જો 55,600 થી ઉપર રહે તો એમસીએક્સ પર આગામી સમયમાં તે 57,700 રૂપિયા સુધી પહોંચી જશે. IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાનું કહેવું છે કે, જો સોનું આગળ જાય છે તો આગામી કેટલાક સપ્તાહમાં તે 57,000 સુધી આવી જશે અને તેને ત્યાં રેજિસ્ટેન્સનો સામનો કરવો પડશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર