Gold-Silver Price Today: 10,200 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, જાણો 10 ગ્રામના લેટેસ્ટ રેટ્સ

ભારતમાં સોનું તેના રેકોર્ડ હાઇથી ઘણું સસ્તું મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Price Latest Rates: ખુશખબરઃ 1 મહિનામાં સોનાનો ભાવ 1200 રૂપિયા ઘટ્યો, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

  • Share this:
    Gold Silver Price, 24 September 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીમાં ઘટાડાનું વલણ શુક્રવારે પણ જોવા મળી રહ્યું છે. MCX પર સવારે 10:05 વાગ્યે સોનું 0.17 ટકા એટલે કે 76 રૂપિયાના ઘટાડા સાથે 45,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડ ફ્યૂચર 46 હજારથી પણ નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીમાં (Silver Price Today) પણ નરમાઈ જોવા મળી રહી છે. સિલ્વર ફ્યૂચર 0.34 ટકા એટલે કે 207 રૂપિયા ઘટીને 60,582 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

    ગોલ્ડ 10,200 રૂપિયા સસ્તું ખરીદવાની તક

    ગોલ્ડ તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 10,200 રૂપિયા જેટલું નીચે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનું 46000ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે તેથી સસ્તું સોનું ખરીદવાની આ સુવર્ણ તક છે.

    1 મહિનામાં સોનાનો ભાવ 1200 રૂપિયા ઘટ્યો

    સોના-ચાંદીની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગોલ્ડમાં ઘટાડાનું જ વલણ જોવા મળી રહ્યું છે જેના કારણે છેલ્લા એક મહિનામાં ગોલ્ડ 1200 રૂપિયા જેટલું સસ્તું થયું છે. નોંધનીય છે કે, ગુરૂવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો હતો.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,600 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.

    આ પણ વાંચો, Amazon લાખો લોકોને આપી રહી છે કમાણી કરવાની તક, ઘરે બેઠા પણ કરી શકશો કામ- જાણો કેવી રીતે

    Goldનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના લેટેસ્ટ રેટ

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: