Home /News /business /

Gold Price: સોના અને ચાંદીની મોટી છલાંગ, 10 ગ્રામ સોનાનો ભાવ 55,000 રૂપિયાને પાર

Gold Price: સોના અને ચાંદીની મોટી છલાંગ, 10 ગ્રામ સોનાનો ભાવ 55,000 રૂપિયાને પાર

સોનાનો આજનો ભાવ

Gold and Silver rate today 09 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,095 રૂપિયા જોવા મળ્યું હતું.

    મુંબઈ: શેર બજારમાં અસ્થિરતાની સાથે જ કોમોડિટીઝના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો (Gold Silver price, 09 March 2022) જોવા મળ્યો છે. સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત (Gold price) 55,000 રૂપિયાને પાર ચાલી ગઈ છે. ચાંદી (Silver Price) પણ 73 હજાર રૂપિયા નજીક પહોંચી ગઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war) વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત પર 130 ડૉલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. બીજી તરફ અમેરિકાએ રશિયાના ક્રૂડ અને ગેસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, આ પ્રતિબંધની બજારો પર કંઈ ખાસ અસર જોવા મળી નથી. ભારતીય શેર બજાર આજે લીલા નિશાન પર ખુલ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price)

    ગત અઠવાડિયે કોમોડિટી નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે સોનાની કિંમત 54,000 રૂપિયાને પાર જશે. આજે સવારે 9:16 વાગ્યે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સોનું 871 રૂપિયા એટલે કે 1.61 ટકા વધીને 55,095 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું હતું. આજે ચાંદી 1,520 રૂપિયા એટલે કે 2.13 ટકા વધીને 72,905 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોનાનું રેકોર્ડ કિંમત નજીક (Gold record price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,095 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1,105 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹50,560₹54,750
    મુંબઈ₹49,400₹53,880
    દિલ્હી₹49,400₹53,880
    કોલકાતા₹49,400₹53,880
    બેંગલુરુ₹49,400₹53,880
    હૈદરાબાદ₹49,400₹53,880
    કેરળ₹49,400₹53,880
    પુણે₹49,480₹53,950
    વડોદરા₹49,450₹53,940
    અમદાવાદ₹49,480₹53,890
    જયપુર₹49,540₹54,040
    લખનઉ₹49,540₹54,040
    કોઈમ્બતુર₹50,560₹54,750
    મદુરાઈ₹50,190₹54,750
    વિજયવાડા₹49,400₹53,880
    પટના₹49,480₹53,950
    નાગપુર₹49,450₹53,940
    ચંદીગઢ₹49,540₹54,040
    સુરત₹49,480₹53,890
    ભુવનેશ્વર₹49,400₹53,880
    મેંગલોર₹49,400₹53,880
    વિશાખાપટ્ટનમ₹49,400₹53,880
    નાશિક₹49,480₹53,950
    મૈસુર₹49,400₹53,880

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: ટીસીએસની શેર બાયબેક ઑફર ખુલી, જાણો બાયબેક સાથે જોડાયેલી તમામ વાત

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (9 માર્ચ, 2022) આ 20 શેર પર રાખો નજર, થઈ શકે છે મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર