Home /News /business /Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, જાણો તમારા શહેરના ભાવ

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો, જાણો તમારા શહેરના ભાવ

સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો, તમારા શહેરના ભાવ જાણો

Gold Silver rate today 29th August: આજે આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.41 ટકા ઘટીને 51,042 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.70 ટકા ઘટીને 53,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે શેરબજારની સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 50 હજારની અંદર આવી ગયા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.70 ટકા ઘટીને 51,085 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.70 ટકા ઘટીને 53,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    ટોચની એજન્સી ગોલ્ડમેને કહ્યું 'મંદીની ચિંતા છોડો હમણાં તો કોમોડિટિઝ ખરીદવા માંડો'

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.41 ટકા ઘટીને 51,042 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.70 ટકા ઘટીને 53,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,895 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,296
    રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    Expert Views: બજારના ઘટાડાથી ડરવાની જરુર નથી, 3-4 સપ્તાહમાં કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,900₹52,250
    મુંબઈ₹47,250₹51,540
    દિલ્હી₹47,400₹51,690
    કોલકાતા₹47,250₹51,540
    બેંગલુરુ₹47,260₹51,590
    હૈદરાબાદ₹47,250₹51,540
    કેરળ₹47,250₹51,540
    પુણે₹47,280₹51,570
    વડોદરા₹47,280₹51,570
    અમદાવાદ₹47,260₹51,590
    જયપુર₹47,400₹51,690
    લખનઉ₹47,400₹51,690
    કોઈમ્બતુર₹47,900₹52,250
    મદુરાઈ₹47,900₹52,250
    વિજયવાડા₹47,250₹51,540
    પટના₹47,280₹51,570
    નાગપુર₹47,280₹51,570
    ચંદીગઢ₹47,400₹51,690
    સુરત₹47,260₹51,590
    ભુવનેશ્વર₹47,250₹51,540
    મેંગલોર₹47,260₹51,590
    વિશાખાપટ્ટનમ₹47,250₹51,540
    નાશિક₹47,280₹51,570
    મૈસુર₹47,260₹51,590



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    Post office: 10,000 રૂપિયા જમા કરાવવા પર મળશે 16 લાખ, જાણો આ સ્કીમ કાઇ રીતે કરાવે છે ફાયદો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Gold silver price, Silver rate today, Today gold rate

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन