Home /News /business /Gold Silver Rate Today: સોનાના ભાવ એક મહિનાના નિચલા સ્તરે, જાણો સોના-ચાંદીની આજની કિંમતો

Gold Silver Rate Today: સોનાના ભાવ એક મહિનાના નિચલા સ્તરે, જાણો સોના-ચાંદીની આજની કિંમતો

સોનાની કિંમતો હાલ ઓછી છે આગામી થોડા મહિનામાં વધે તે પહેલા ખરીદવાનો મોકો

Gold Silver rate today 29th August: આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.67 ટકા ઘટીને 50,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1.62 ટકા ઘટીને 53,890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે શેરબજારની સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 50 હજારની અંદર આવી ગયા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.67 ટકા ઘટીને 50,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.62 ટકા ઘટીને 53,890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    Stock Market: શેરબજારમાં ધબડકો, રુપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતા Sensex 1400 અને Nifty 300 પોઈન્ટ તૂટ્યા

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.67 ટકા વધીને 50,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 1.61 ટકા ઘટીને 53,890 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,895 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,296
    રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    RIL AGM: જાણો આજે શું થઈ શકે છે મોટી જાહેરાત અને ઇવેન્ટની આસપાસ કેવી રહેશે સ્ટોકની ચાલ?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,700₹52,040
    મુંબઈ₹47,150₹51,430
    દિલ્હી₹47,300₹51,600
    કોલકાતા₹47,150₹51,430
    બેંગલુરુ₹47,200₹51,490
    હૈદરાબાદ₹47,150₹51,430
    કેરળ₹47,150₹51,430
    પુણે₹47,180₹51,460
    વડોદરા₹47,180₹51,460
    અમદાવાદ₹47,200₹51,490
    જયપુર₹47,300₹51,600
    લખનઉ₹47,300₹51,600
    કોઈમ્બતુર₹47,700₹52,040
    મદુરાઈ₹47,700₹52,040
    વિજયવાડા₹47,150₹51,430
    પટના₹47,180₹51,460
    નાગપુર₹47,180₹51,460
    ચંદીગઢ₹47,300₹51,600
    સુરત₹47,200₹51,490
    ભુવનેશ્વર₹47,150₹51,430
    મેંગલોર₹47,200₹51,490
    વિશાખાપટ્ટનમ₹47,150₹51,430
    નાશિક₹47,180₹51,460
    મૈસુર₹47,200₹51,490



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    સોના-ચાંદીના કોમ્બો મ્યુચ્યુઅલ ફંડ તમારે રોકાણ કરવું જોઈએ? કેટલું ફાયદાકારક છે?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Gold silver price, Silver rate today

    विज्ञापन
    विज्ञापन