Home /News /business /Gold Silver Price Today: સોનાની કિંમતોમાં ઘટાડો, ખરીદવું હોય તો છે મોકો

Gold Silver Price Today: સોનાની કિંમતોમાં ઘટાડો, ખરીદવું હોય તો છે મોકો

સોના ચાંદીની કિેમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold and Silver rate today 24 August, 2022: આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.07 ટકા ઘટીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એક તરફ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકાના ઘટાડા અને ચાંદી 0.13 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    આ મોટી કંપની 3000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કરશે, શેરની કિંમતોમાં કડાકો બોલ્યો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.07 ટકા વધીને 51,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ સપ્ટેમ્બર વાયદાનું ચાંદી 0.13 ટકા ઘટીને 55,135 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,380 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4811 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સગીર વયના બાળકોની કમાણી પર શું ટેક્સ લાગે? શું છે ઈન્કમ ટેક્સનો નિયમ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    City22 Carat Gold24 Carat Gold
    ચેન્નાઇ₹48,050₹52,420
    મુંબઈ₹47,250₹51,550
    દિલ્હી₹47,400₹51,710
    કોલકાતા₹47,250₹51,550
    બેંગલુરુ₹47,300₹51,600
    હૈદરાબાદ₹47,250₹51,550
    કેરળ₹47,250₹51,550
    પુણે₹47,280₹51,580
    વડોદરા₹47,280₹51,580
    અમદાવાદ₹47,300₹51,600
    જયપુર₹47,400₹51,710
    લખનઉ₹47,400₹51,710
    કોઈમ્બતુર₹48,050₹52,420
    મદુરાઈ₹48,050₹52,420
    વિજયવાડા₹47,250₹51,550
    પટના₹47,280₹51,580
    નાગપુર₹47,280₹51,580
    ચંદીગઢ₹47,400₹51,710
    સુરત₹47,300₹51,600
    ભુવનેશ્વર₹47,250₹51,550
    મેંગલોર₹47,300₹51,600
    વિશાખાપટ્ટનમ₹47,250₹51,550
    નાશિક₹47,280₹51,580
    મૈસુર₹47,300₹51,600



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    80 રુપિયામાં 7 ગુજરાતી મહિલાઓએ શરુ કરેલો બિઝનેસ આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Gold price today, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन