Home /News /business /Gold Silver Price Today: આખરે સોનાની તેજીને લાગી બ્રેક, આજે નાનકડો ઘટાડો

Gold Silver Price Today: આખરે સોનાની તેજીને લાગી બ્રેક, આજે નાનકડો ઘટાડો

સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય માણસના ગજા બહાર

Gold Silver Price Today 17th January: આજે સવારે 10.50 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુ-23ના વાયદાનું સોનું 0.02 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,468 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.07 ટકા વધીને 69,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે.આજે સવારના કારોબારમાં સોના દબાણ જોવા મળ્યું છે અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. આજે સવારે 10.50 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.02 ટકાના ઘટાડા સાથે 56,468 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.07 ટકા વધીને 69,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક નેગેટિવ સંકેતો વચ્ચે પણ સોનામાં આજે આખરે દબાણ જોવા મળ્યું છે. જોકે આજના દબાણ સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી વધુ દૂર નથી, પરંતુ તેના કરતાં તો સસ્તું જ મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ મોકો છે.

  આ પણ વાંચોઃ લાખોપતિ બનવું હોય તો આવા ફંડમાં ટીપે ટીપે શરુઆત કરાય, આ જુઓ જેમણે રોક્યા તેઓ કેવા માલામાલ થઈ ગયા.

  સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


  આજે સવારે 10.50 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.02 ટકાના વધારા સાથે 56,468 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.07 ટકાના વધારા સાથે 69,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

  સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


  ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 56,468 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું રેકોર્ડ કિંમતથી ફક્ત 723 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

  આ પણ વાંચોઃ  આધાર વેરિફિકેશન માટે આવી નવી ગાઈડલાઈન, દુરુપયોગથી બચવવા માટે UIDAIના નવા નિયમ

  દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


  શહેર22 કેરેટ24 કેરેટ
  Chennai₹53,050₹57,870
  Mumbai₹52,200₹56,950
  Delhi₹52,350₹57,100
  Kolkata₹52,200₹56,950
  Bangalore₹52,250₹57,000
  Hyderabad₹52,200₹56,950
  Kerala₹52,200₹56,950
  Pune₹52,200₹56,950
  Vadodara₹52,250₹57,000
  Ahmedabad₹52,250₹57,000
  Jaipur₹52,350₹57,100
  Lucknow₹52,350₹57,100
  Coimbatore₹53,050₹57,870
  Madurai₹53,050₹57,870
  Vijayawada₹52,200₹56,950
  Patna₹52,250₹57,000
  Nagpur₹52,200₹56,950
  Chandigarh₹52,350₹57,100
  Surat₹52,250₹57,000
  Bhubaneswar₹52,200₹56,950
  Mangalore₹52,250₹57,000
  Visakhapatnam₹52,200₹56,950
  Nashik₹52,230₹56,980
  Mysore₹52,250₹57,000

  સોનાની શુદ્ધતાના માપદંડ


  24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

  આ પણ વાંચોઃ રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી

   આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


  જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

  મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


  નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन