Home /News /business /Gold Silver Price Today: સોનું ચાંદી ભારે તેજીમાં, એપ્રિલના વાયદાનું સોનું તો 56,600એ પહોંચ્યું

Gold Silver Price Today: સોનું ચાંદી ભારે તેજીમાં, એપ્રિલના વાયદાનું સોનું તો 56,600એ પહોંચ્યું

સોનું ચાંદી બેફામ બન્યા છે. સોનું તો લાગે છે નવો રેકોર્ડ બનાવીને જ જંપશે કે શું?

Gold Silver Price Today 18th January: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-23ના વાયદાનું સોનું 0.35 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 56,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.08 ટકા વધીને 69,240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ પણ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે.આજે સવારના કારોબારમાં સોના દબાણ જોવા મળ્યું છે અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.35 ટકાના ઘટાડા સાથે 56,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.08 ટકા વધીને 69,240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક નેગેટિવ સંકેતો વચ્ચે પણ સોનામાં આજે આખરે દબાણ જોવા મળ્યું છે. જોકે આજના દબાણ સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી વધુ દૂર નથી, પરંતુ તેના કરતાં તો સસ્તું જ મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ મોકો છે.

    આ પણ વાંચોઃ 3 અઠવાડિયામાં તો રુપિયા ડબલ, આ ચોકલેટ કંપનીના શેરમાં 118% વળતરથી રોકાણકારો ખુશ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.35 ટકાના ઘટાડા સાથે 56,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.08 ટકાના વધારા સાથે 69,240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 56,600 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું રેકોર્ડ કિંમતથી ફક્ત 591 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ શું 2023માં તમે ખરીદવા માંગો છો ઘરનું ઘર? કેટલો CIBIL સ્કોર હોય તો ચપટી વગાડતાં લોન મળે?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,950₹57,760
    Mumbai₹52,000₹56,730
    Delhi₹52,150₹56,890
    Kolkata₹52,000₹56,730
    Bangalore₹52,050₹56,780
    Hyderabad₹52,000₹56,730
    Kerala₹52,000₹56,730
    Pune₹52,000₹56,730
    Vadodara₹52,050₹56,780
    Ahmedabad₹52,050₹56,780
    Jaipur₹52,150₹56,890
    Lucknow₹52,150₹56,890
    Coimbatore₹52,950₹57,760
    Madurai₹52,950₹57,760
    Vijayawada₹52,000₹56,730
    Patna₹52,050₹56,780
    Nagpur₹52,000₹56,730
    Chandigarh₹52,150₹56,890
    Surat₹52,050₹56,780
    Bhubaneswar₹52,000₹56,730
    Mangalore₹52,050₹56,780
    Visakhapatnam₹52,000₹56,730
    Nashik₹52,030₹56,760
    Mysore₹52,050₹56,780

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ જબરજસ્ત આઇડિયા! 30 હજાર કરતા પણ ઓછા રોકાણનો બિઝનેસ, મહિને રૂ.60 હજારની કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन