Home /News /business /Gold-Silver Todays Rate: સોનું વધારા સાથે 57,258ના ભાવ પહોંચ્યુ, ચાંદીની તેજી કાયમ

Gold-Silver Todays Rate: સોનું વધારા સાથે 57,258ના ભાવ પહોંચ્યુ, ચાંદીની તેજી કાયમ

સોનામાં અને ચાંદીમાં તેજી

આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.08 ટકાના વધારા સાથે 57,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાની ચાંદી 0.03 ટકાના વધારા સાથે 67,652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આજે સવારે શેરબજાર ફ્લેટ ઓપન થયું હતું. ત્યારે બીજી તરફ સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો ગઈ કાલની સરખામણીએ થોડી ઉલટફેર જોવા મળી છે. વાત કરીએ સોનાની તો ગઈકાલે ઘટતા ભાવમાં આજે ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી પણ તેજી કાયમ રાખતા વધારાની સાથે ટ્રેડ થઈ રહી છે. આજે સવારે 11.30 વાગ્યે મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જ પર સોનું 57,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 67,652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.08 ટકાના વધારા સાથે 57,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાની ચાંદી 0.03 ટકાના વધારા સાથે 67,652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.

 આ પણ વાંચોઃ જલ્દી કરો! આગામી 14-15 દિવસમાં જ આ શેર કરી દેશે રૂપિયાનો ઢગલો; લગાવી દો દાવ

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


ઓગસ્ટ 2020 બાદ હાલ 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 58,660 રૂપિયાની સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આજે સોનાના ભાવમાં ઘટાડાની સાથે તેની રેકોર્ડ કિંમત કરતાં સોનું 1402 રુપિયા સસ્તું મળી રહ્યું છે.


શહેર22 કેરેટ24 કેરેટ
Chennai₹53,750₹58,640
Mumbai₹52,900₹57,710
Delhi₹53,050₹57,860
Kolkata₹52,900₹57,710
Bangalore₹52,950₹57,760
Hyderabad₹52,900₹57,710
Kerala₹52,900₹57,710
Pune₹52,900₹57,710
Vadodara₹52,950₹57,760
Ahmedabad₹52,950₹57,760
Jaipur₹53,050₹57,860
Lucknow₹53,050₹57,860
Coimbatore₹53,750₹58,640
Madurai₹53,750₹58,640
Vijayawada₹52,900₹57,710
Patna₹52,950₹57,760
Nagpur₹52,900₹57,710
Chandigarh₹53,050₹57,860
Surat₹52,950₹57,760
Bhubaneswar₹52,900₹57,710
Mangalore₹52,950₹57,760
Visakhapatnam₹52,900₹57,710
Nashik₹52,930₹57,580
Mysore₹52,950₹57,760

સોનાની શુદ્ધતાના માપદંડ


24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

આ પણ વાંચોઃ રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સના સોથી વધુ લોકપ્રિય સ્મોલકેપ શેરો કયા? અહીં ચેક કરો લિસ્ટ

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: 10 Gram Gold Price, Business news, Gold and Silver Price

विज्ञापन