નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં સતત ઉતાર ચઢાવના સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોના ચાંદીએ ક્યારેક તેજી તો ક્યારેક મંદીની ચાલ પકડી છે. જોકે બજેટ બાદ સોનામાં જે ભારે તેજી જોવા મળી હતી તેમાં બ્રેક વાગી ગઈ છે. ગત સપ્તાહમાં સોનાએ આગઝરતી તેજી સાથે જે નવો રેકોર્ડ બનાવ્યો હતો તેનાથી સોનું સસ્તું મળી રહ્યું છે તો ચાંદી પણ ખાસ્સું રેકોર્ડ હાઈથી નીચે મળી રહ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 56,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 67399.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)
આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.24 ટકાના વધારા સાથે 56,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાની ચાંદી 0.32 ટકાના વધારા સાથે 67,767 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.
સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)
ઓગસ્ટ 2020 બાદ હાલ 2 ફેબ્રુઆરી 2023ના રોજ સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 58,660 રૂપિયાની સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આજે સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં તેની રેકોર્ડ કિંમત કરતાં સોનું 1705 રુપિયા સસ્તું મળી રહ્યું છે.
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર