Home /News /business /Gold Silver Price Today: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીની આગ લાગી

Gold Silver Price Today: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ તેજીની આગ લાગી

શેરબજારની સાથે સાથે સોના ચાંદીમાં આવી છે જબરજસ્ત તેજી

Gold Silver rate today 9th September: આજે આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.40 ટકા વધીને 50,556 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1.34 ટકા વધીને 55,140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારની સાથે સાથે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 51 હજાર આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.40 ટકા ઘટીને 50,556 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.34 ટકા વધીને 55,140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ મોર્ગન સ્ટેન્લીએ કરી બેંકિંગ સેક્ટરના આ શેર્સમાં 41 ટકા તેજીનું આગાહી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.40 ટકા વધીને 50,556 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.34 ટકા વધીને 55,140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,556 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5635 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ એક એકરમાં આ ઝાડની ખેતી કરીને 30 વર્ષ સુધી તગડી કમાણી કરી શકો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,350₹51,650
    મુંબઈ₹46,750₹51,000
    દિલ્હી₹46,900₹51,150
    કોલકાતા₹46,750₹51,000
    બેંગલુરુ₹46,800₹51,050
    હૈદરાબાદ₹46,750₹51,000
    કેરળ₹46,750₹51,000
    પુણે₹46,780₹51,030
    વડોદરા₹46,780₹51,030
    અમદાવાદ₹46,800₹51,050
    જયપુર₹46,900₹51,150
    લખનઉ₹46,900₹51,150
    કોઈમ્બતુર₹47,350₹51,650
    મદુરાઈ₹47,350₹51,650
    વિજયવાડા₹46,750₹51,000
    પટના₹46,780₹51,030
    નાગપુર₹46,780₹51,030
    ચંદીગઢ₹46,900₹51,150
    સુરત₹46,800₹51,050
    ભુવનેશ્વર₹46,750₹51,000
    મેંગલોર₹46,800₹51,050
    વિશાખાપટ્ટનમ₹46,750₹51,000
    નાશિક₹46,780₹51,030
    મૈસુર₹46,800₹51,050



    આ પણ વાંચોઃ ગજબ! 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ જાણો કેટલી છે ક્વીન એલિઝાબેથ IIની સંપત્તિ અને આવકના સ્ત્રોત જેવી અજાણી વાતો

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन