Home /News /business /Gold Silver Price Today: મજબૂત વૈશ્વિક સંકેતો છતાં તૂટ્યું સોનું, જાણો તમારા શહેરની કિંમતો

Gold Silver Price Today: મજબૂત વૈશ્વિક સંકેતો છતાં તૂટ્યું સોનું, જાણો તમારા શહેરની કિંમતો

સોનામાં દબાણ છે પરંતુ વધુ સમય નહીં રહે, રોકાણ કરવું હોય કે ખરીદવું હોય તો અત્યારે મોકો છે?

Gold Silver Price Today 9th November: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.27 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 51,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.42 ટકા ઘટીને 61,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા હતા. તેવામાં આજે બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઘટીને ફરી રુ.51 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 61 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આજે સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.27 ટકા ઉછળીને 51,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.42 ટકા ઘટીને 61,724 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ Archean Chemical IPO આજે 9 નવેમ્બરે ખૂલશે, ભરતાં પહેલા જોઈ લો શું છે GMPના સંકેતો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.27 ટકાના ઘટાડા સાથે 51,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.42 ટકાના ઘટાડા સાથે 61,724 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 11 ગ્રામ 51,490 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5701 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ ગુજરાતની ભણેલી-ગણેલી મહિલાઓ પણ નોકરી છોડી આ બિઝનેસમાં લાખો કમાય છે, ક્યારેય મંદીની શક્યતા નહીં

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,150₹52,530
    મુંબઈ₹47,360₹51,670
    દિલ્હી₹47,460₹51,770
    કોલકાતા₹47,360₹51,670
    બેંગલુરુ₹47,410₹51,720
    હૈદરાબાદ₹47,360₹51,670
    કેરળ₹47,360₹51,670
    પુણે₹47,390₹51,690
    વડોદરા₹47,390₹51,690
    અમદાવાદ₹47,410₹51,720
    જયપુર₹47,460₹51,770
    લખનઉ₹47,460₹51,770
    કોઈમ્બતુર₹48,150₹52,530
    મદુરાઈ₹48,150₹52,530
    વિજયવાડા₹47,360₹51,670
    પટના₹47,390₹51,690
    નાગપુર₹47,390₹51,690
    ચંદીગઢ₹47,460₹51,770
    સુરત₹47,410₹51,720
    ભુવનેશ્વર₹47,360₹51,670
    મેંગલોર₹47,410₹51,720
    વિશાખાપટ્ટનમ₹47,360₹51,670
    નાશિક₹47,390₹51,690
    મૈસુર₹47,410₹51,720

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन