Home /News /business /

Gold Rate Today, 09 Feb 2022: સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી વધારો, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today, 09 Feb 2022: સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી વધારો, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ

સોના-ચાંદીની કિંમત

Gold Price Today (9 February 2022) : વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 48,290 રૂપિયા છે, મતલબ કે સોનું હજુ પણ રેકોર્ડ ભાવથી ઘણું સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. Gold Price Today, 9 February 2022: ભારતીય સરાફા બજારમાં આજે ફરી સોના અને ચાંદીની ચમક વધી છે. આજે સતત ત્રીજા દિવસે સોનાની કિંમત (Gold rate today)માં વધારો થયો છે. જ્યારે ચાંદીની કિંમત (Silver rate today)માં પણ આજે વધારો જોવા મળ્યો છે. ચાંદી આજે 0.29 ટકા વધીને ટ્રેડ કરી રહી હતી. વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 48,438 રૂપિયા છે, મતલબ કે સોનું હજુ પણ રેકોર્ડ ભાવથી ઘણું સસ્તું મળી રહ્યું છે.

    સોનાનો ભાવ (Gold Price Today)

    મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં નજીવો 0.02 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોનું 48,438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

    ચાંદીની કિંમત (Silver Price Today)

    ચાંદીની કિંમતમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. આજે એમસીએક્સ પર 1 કિલોગ્રામ ચાંદી 0.29 ટકા વધીને 62,549 રૂપિયા ટ્રેડ કરી રહી હતી.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹45,600₹49,750
    Mumbai₹45,410₹49,540
    Delhi₹45,410₹49,540
    Kolkata₹45,410₹49,540
    Bangalore₹45,410₹49,540
    Hyderabad₹45,410₹49,540
    Kerala₹45,410₹49,540
    Pune₹45,360₹49,510
    Vadodara₹45,360₹49,510
    Ahmedabad₹45,430₹49,560
    Jaipur₹45,360₹49,110
    Lucknow₹46,110₹49,210
    Coimbatore₹45,600₹49,750
    Madurai₹45,600₹49,750
    Vijayawada₹45,410₹49,540
    Patna₹45,360₹49,510
    Nagpur₹45,410₹49,540
    Chandigarh₹46,110₹49,210
    Surat₹45,430₹49,560
    Bhubaneswar₹45,410₹49,540
    Mangalore₹45,410₹49,540
    Visakhapatnam₹45,410₹49,540
    Nashik₹45,360₹49,510
    Mysore₹45,410₹49,540

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય? 

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો:  આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર