Home /News /business /Gold Silver Price Today: તમારા શહેરમાં આજે સોનું કેટલું સસ્તું થયું? જાણો

Gold Silver Price Today: તમારા શહેરમાં આજે સોનું કેટલું સસ્તું થયું? જાણો

સોના ચાંદીના ભાવમાં મિશ્ર ટ્રેન્ડ, જાણી લો તમારા શહેરમાં આજે શું ભાવ છે.

Gold Silver rate today 8th September: આજે આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.01 ટકા ઘટીને 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.25 ટકા વધીને 54,162 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ રુ. 50000ની આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.01 ટકા ઘટીને 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.25 ટકા વધીને 54,162 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    Cyrus Mistry Accident: સાયરસ મિસ્ત્રી કાર અકસ્માત, ફોરેન્સિક રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.01 ટકા વધીને 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.25 ટકા વધીને 54,162 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    Fixed Deposit: આ 10 બેંકો આપી રહી છે ફિક્સ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ, જુઓ લીસ્ટ

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,499 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5692 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓ તગડા રિટર્ન માટે લગાવે છે આ સ્મોલ કેપ્સ શેર્સ પર દાવ, શું તમારી પાસે છે આમાંથી કોઈ?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


     શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,300₹51,600
    મુંબઈ₹46,650₹50,890
    દિલ્હી₹46,800₹51,040
    કોલકાતા₹46,650₹50,890
    બેંગલુરુ₹46,700₹50,950
    હૈદરાબાદ₹46,650₹50,890
    કેરળ₹46,650₹50,890
    પુણે₹46,680₹50,930
    વડોદરા₹46,680₹50,930
    અમદાવાદ₹46,700₹50,950
    જયપુર₹46,800₹51,040
    લખનઉ₹46,800₹51,040
    કોઈમ્બતુર₹47,300₹51,600
    મદુરાઈ₹47,300₹51,600
    વિજયવાડા₹46,650₹50,890
    પટના₹46,680₹50,930
    નાગપુર₹46,680₹50,930
    ચંદીગઢ₹46,800₹51,040
    સુરત₹46,700₹50,950
    ભુવનેશ્વર₹46,650₹50,890
    મેંગલોર₹46,700₹50,950
    વિશાખાપટ્ટનમ₹46,650₹50,890
    નાશિક₹46,680₹50,930
    મૈસુર₹46,700₹50,950

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    Multibagger Stocks: હેવલ્સના શેરની કિંમત રૂ. 2થી પહોંચી રૂ. 1380 સુધી, રોકાણકારો માત્ર 15,000નું રોકાણ કરીને બન્યા કરોડપતિ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    પરચૂરણની મામૂલી દુકાનથી શરું કરીને 1000 કરોડની બ્રાંડ બનાવા સુધી, જાણો પંસારીની સક્સેસ સ્ટોરી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Buisness News, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन