Home /News /business /Gold Silver rate today: સોનાની કિંમતોમાં ધરખમ 256 રુપિયાનો ઘટાડો, ચાંદી પણ તૂટ્યું

Gold Silver rate today: સોનાની કિંમતોમાં ધરખમ 256 રુપિયાનો ઘટાડો, ચાંદી પણ તૂટ્યું

સોનું ગગડ્યું અને ચાંદી પણ તૂટ્યું તહેવારો પહેલા જ ખરીદી લેવું હોય તો મોકો છે.

Gold Silver rate today 7th September: આજે આજે સવારે 10.35 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.47 ટકા ઘટીને 50,047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.50 ટકા ઘટીને 52,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે પણ શેરબજારની સાથે સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ રુ. 50000ની આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.35 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.47 ટકા વધીને 50,047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.50 ટકા વધીને 52,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    એકથી વધુ વીમા પોલિસી લીધી છે? તો બંને કંપની પાસેથી વળતર કેવી રીતે મળે? સમજો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 10.35 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.47 ટકા વધીને 50,047 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.50 ટકા વધીને 52,879 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,047 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6144 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કોઈપણ જોખમ વગર રુપિયા થશે ડબલ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
     શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,950₹51,220
    મુંબઈ₹46,400₹50,620
    દિલ્હી₹46,550₹50,770
    કોલકાતા₹46,400₹50,620
    બેંગલુરુ₹46,450₹50,670
    હૈદરાબાદ₹46,400₹50,620
    કેરળ₹46,400₹50,620
    પુણે₹46,430₹50,650
    વડોદરા₹46,430₹50,650
    અમદાવાદ₹46,450₹50,670
    જયપુર₹46,550₹50,770
    લખનઉ₹46,550₹50,770
    કોઈમ્બતુર₹46,950₹51,220
    મદુરાઈ₹46,950₹51,220
    વિજયવાડા₹46,400₹50,620
    પટના₹46,430₹50,650
    નાગપુર₹46,430₹50,650
    ચંદીગઢ₹46,550₹50,770
    સુરત₹46,450₹50,670
    ભુવનેશ્વર₹46,400₹50,620
    મેંગલોર₹46,450₹50,670
    વિશાખાપટ્ટનમ₹46,400₹50,620
    નાશિક₹46,430₹50,650
    મૈસુર₹46,450₹50,670



    માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Buisness News, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन