Home /News /business /Gold Silver Price Today: સોના-ચાંદી બંને ભાગ્યા, ખરીદવું હોય તો હજુ પણ છે તક

Gold Silver Price Today: સોના-ચાંદી બંને ભાગ્યા, ખરીદવું હોય તો હજુ પણ છે તક

સોના ચાંદીમાં ભારે તેજી

Gold Silver Price Today 5th November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.14 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 50,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.35 ટકા ઘટીને 60,398 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી સતત ઘટી રહ્યા હતા. તેવામાં બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર ચમક જોવા મળી છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઉછળીને રુ.51 હજાર તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 60 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.14 ટકા ઉછળીને 50,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.35 ટકા ઘટીને 60,398 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હતો પરંતુ લાગે છે ફરી ચમક પાછી ફરી રહી છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ પેની સ્ટોકમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કમાણીની શક્યતા વધી જશે

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.14 ટકાના ઉછાળા સાથે 50,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.35 ટકાના ઘટાડા સાથે 58,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,939 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6252 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડમાં આ ગોલ્ડન રુલ અપનાવો, માર્કેટની અફરાતફરીમાં ઓછું થશે નુકસાન

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,750₹52,100
    મુંબઈ₹46,900₹51,160
    દિલ્હી₹47,050₹51,330
    કોલકાતા₹46,900₹51,160
    બેંગલુરુ₹46,950₹51,210
    હૈદરાબાદ₹46,900₹51,160
    કેરળ₹46,900₹51,160
    પુણે₹46,930₹51,190
    વડોદરા₹46,930₹51,190
    અમદાવાદ₹46,950₹51,210
    જયપુર₹47,050₹51,330
    લખનઉ₹47,050₹51,330
    કોઈમ્બતુર₹47,750₹52,100
    મદુરાઈ₹47,750₹52,100
    વિજયવાડા₹46,900₹51,160
    પટના₹46,930₹51,190
    નાગપુર₹46,930₹51,190
    ચંદીગઢ₹47,050₹51,330
    સુરત₹46,950₹51,210
    ભુવનેશ્વર₹46,900₹51,160
    મેંગલોર₹46,950₹51,210
    વિશાખાપટ્ટનમ₹46,900₹51,160
    નાશિક₹46,930₹51,190
    મૈસુર₹46,950₹51,210

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ બજારમાં આ સપ્તાહમાં તેજીનો આખલો દોડશે? આ મુખ્ય ફેક્ટર આખા અઠવાડિયાની ચાલ કરશે નક્કી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन