Home /News /business /Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવમાં આજે પણ ઉછાળો, હજુ કેટલું ઉછળી શકે?

Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવમાં આજે પણ ઉછાળો, હજુ કેટલું ઉછળી શકે?

સોના ચાંદીની કિંમતોમાં ફરી વધારો થઈ રહ્યો છે, હજુ કેટલું ઉછળી શકે?

Gold Silver rate today 6th September: આજે આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.29 ટકા વધીને 50,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.71 ટકા વધીને 53,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે પણ શેરબજારની સાથે વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ રુ. 50,500ની ઉપર ચઢ્યા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સારો વધારો જોવા મળી રહ્યો છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.29 ટકા વધીને 50,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.71 ટકા વધીને 53,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.29 ટકા વધીને 50,577 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.71 ટકા વધીને 53,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,577 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,614 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ફાર્માસ્યુટિકલ ઈંગ્રીડિએન્ટ બનાવવાવાળી કંપની લાવી રહી છે IPO, સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,500₹51,820
    મુંબઈ₹46,900₹51,160
    દિલ્હી₹47,050₹51,320
    કોલકાતા₹46,900₹51,160
    બેંગલુરુ₹46,950₹51,200
    હૈદરાબાદ₹46,900₹51,160
    કેરળ₹46,900₹51,160
    પુણે₹46,930₹51,190
    વડોદરા₹46,930₹51,190
    અમદાવાદ₹46,950₹51,200
    જયપુર₹47,050₹51,320
    લખનઉ₹47,050₹51,320
    કોઈમ્બતુર₹47,500₹51,820
    મદુરાઈ₹47,500₹51,820
    વિજયવાડા₹46,900₹51,160
    પટના₹46,930₹51,190
    નાગપુર₹46,930₹51,190
    ચંદીગઢ₹47,050₹51,320
    સુરત₹46,950₹51,200
    ભુવનેશ્વર₹46,900₹51,160
    મેંગલોર₹46,950₹51,200
    વિશાખાપટ્ટનમ₹46,900₹51,160
    નાશિક₹46,930₹51,190
    મૈસુર₹46,950₹51,200



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    એક ટાઇપિંગ ભૂલથી સુઝલોનના શેરમાં રોકેટ ગતિ, સોમવારે લાગી હતી 20%ની અપર સર્કિટ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Business news in gujarati, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन