Home /News /business /Gold Silver Price Today: સોનાની કિંમતોમાં આગ ઝરતી તેજી 52 હજાર નજીક પહોંચ્યા, ચાંદી 62 નજીક

Gold Silver Price Today: સોનાની કિંમતોમાં આગ ઝરતી તેજી 52 હજાર નજીક પહોંચ્યા, ચાંદી 62 નજીક

દિવાળી આવતાં જ સોના ચાંદીની કિંમતોમાં આગ ઝરતી તેજી

Gold Silver rate today 6th October: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.52 ટકાના ઉછાળા સાથે 51,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1.40 ટકા ઉછળીને 61,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા એક સપ્તાની તેજીને આખરે બ્રેક લાગી છે. બીજી તરફ સ્થાનિક બજારમાં તહેવારોની માગના કારણે સોના ચાંદીના ભાવમાં આજે પણ તેજી જોવા મળી હતી. દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 52 હજાર આસપાસ પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 62 હજાર તરફ સરકી રહ્યા છે. આજે સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.52 ટકા ઊછળીને 51,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.40 ટકા વધીને 61,617 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.05 ટકા વધીને 51,187 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.63 ટકા વધીને 61,297 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    આ પણ વાંચોઃ તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,187 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6004 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,400₹52,800
    મુંબઈ₹47,850₹52,200
    દિલ્હી₹48,000₹52,360
    કોલકાતા₹47,850₹52,200
    બેંગલુરુ₹47,900₹52,250
    હૈદરાબાદ₹47,850₹52,200
    કેરળ₹47,850₹52,200
    પુણે₹47,880₹52,230
    વડોદરા₹47,880₹52,230
    અમદાવાદ₹47,900₹52,250
    જયપુર₹48,000₹52,360
    લખનઉ₹48,000₹52,360
    કોઈમ્બતુર₹48,400₹52,800
    મદુરાઈ₹48,400₹52,800
    વિજયવાડા₹47,850₹52,200
    પટના₹47,880₹52,230
    નાગપુર₹47,880₹52,230
    ચંદીગઢ₹48,000₹52,360
    સુરત₹47,900₹52,250
    ભુવનેશ્વર₹47,850₹52,200
    મેંગલોર₹47,900₹52,250
    વિશાખાપટ્ટનમ₹47,850₹52,200
    નાશિક₹47,880₹52,230
    મૈસુર₹47,900₹52,250

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन