Home /News /business /Gold Silver Price Today: કમુરતાં પૂરા થતાં જ સોના-ચાંદીમાં પણ ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

Gold Silver Price Today: કમુરતાં પૂરા થતાં જ સોના-ચાંદીમાં પણ ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે છે મોકો લગ્ન સીઝન જામશે તેમ ભાવ પણ વધી શકે.

Gold Silver Price Today 4th November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.49 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 50,432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.91 ટકા વધીને 58,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી સતત ઘટી રહ્યા હતા. તેવામાં બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર ચમક જોવા મળી છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઉછળીને રુ.51 હજાર તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ ઉછળીને 59 હજાર નજીક પહોંચી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.49 ટકા ઉછળીને 50,432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.91 ટકા ઉછળીને 58,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હતો પરંતુ લાગે છે ફરી ચમક પાછી ફરી રહી છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.49 ટકાના ઉછાળા સાથે 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.91 ટકાના ઉછાળા સાથે 58,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,453 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6738 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ શું તમે હાલમાં જ કાર ખરીદી છે કે ખરીદવાના છો? તો આ રીતે વીમાનું પ્રીમિયમ ઓછું કરો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,060₹51,340
    મુંબઈ₹46,100₹50,290
    દિલ્હી₹46,250₹50,440
    કોલકાતા₹46,100₹50,290
    બેંગલુરુ₹46,150₹50,340
    હૈદરાબાદ₹46,100₹50,290
    કેરળ₹46,100₹50,290
    પુણે₹46,130₹50,320
    વડોદરા₹46,130₹50,320
    અમદાવાદ₹46,150₹50,340
    જયપુર₹46,250₹50,440
    લખનઉ₹46,250₹50,440
    કોઈમ્બતુર₹47,060₹51,340
    મદુરાઈ₹47,060₹51,340
    વિજયવાડા₹46,100₹50,290
    પટના₹46,130₹50,320
    નાગપુર₹46,130₹50,320
    ચંદીગઢ₹46,250₹50,440
    સુરત₹46,150₹50,340
    ભુવનેશ્વર₹46,100₹50,290
    મેંગલોર₹46,150₹50,340
    વિશાખાપટ્ટનમ₹46,100₹50,290
    નાશિક₹46,130₹50,320
    મૈસુર₹46,150₹50,340

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन