Home /News /business /Gold Silver Price Today: દશેરા - દિવાળી નજીક આવતાં જ સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો

Gold Silver Price Today: દશેરા - દિવાળી નજીક આવતાં જ સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો

તહેવારો આવતાં સોના ચાંદીની કિંમતોમાં વધારો શરું થયો

Gold Silver rate today 3rd October: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.41 ટકાના ઉછાળા સાથે 50,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.95 ટકા ઉછળીને 57,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક ઘટાડાની અસર ઓછી થતી જણાઈ રહી છે. તો બીજી તરફ દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સોના ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 50 હજાર ઉપર પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 56 હજારથી ઉપર પહોંચી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.41 ટકા ઊછળીને 50,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.95 ટકા વધીને 57,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ દશેરા, દિવાળી સમયે શરું કરો સુપરહિટ બિઝનેસ, જલ્દી બનાવી શકે લખપતિ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.41 ટકા વધીને 50,399 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.95 ટકા વધીને 57,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,399 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6792 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ મોંઘવારીમાં હમણાં રાહત નહીં મળે, RBI કહ્યું તે જાણી આ પ્રમાણે પ્લાન કરજો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,050₹51,330
    મુંબઈ₹46,850₹51,110
    દિલ્હી₹47,000₹51,280
    કોલકાતા₹46,850₹51,110
    બેંગલુરુ₹46,900₹51,160
    હૈદરાબાદ₹46,850₹51,110
    કેરળ₹46,850₹51,110
    પુણે₹46,880₹51,140
    વડોદરા₹46,880₹51,140
    અમદાવાદ₹46,900₹51,160
    જયપુર₹47,000₹51,280
    લખનઉ₹47,000₹51,280
    કોઈમ્બતુર₹47,050₹51,330
    મદુરાઈ₹47,050₹51,330
    વિજયવાડા₹46,850₹51,110
    પટના₹46,880₹51,140
    નાગપુર₹46,880₹51,140
    ચંદીગઢ₹47,000₹51,280
    સુરત₹46,900₹51,160
    ભુવનેશ્વર₹46,850₹51,110
    મેંગલોર₹46,900₹51,160
    વિશાખાપટ્ટનમ₹46,850₹51,110
    નાશિક₹46,880₹51,140
    મૈસુર₹46,900₹51,160

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन