Home /News /business /Gold Silver Price Today: વૈશ્વિક મંદીની અસરમાં સોના-ચાંદી પણ તૂટ્યા

Gold Silver Price Today: વૈશ્વિક મંદીની અસરમાં સોના-ચાંદી પણ તૂટ્યા

લગ્નસરાની સીઝન પહેલા જ સોના ચાંદીના વળતા પાણી જુઓ તમારા શહેરમાં કેટલં સસ્તું થયું

Gold Silver Price Today 3rd November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.53 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 1.08 ટકા ઘટીને 58,153 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી સતત ઘટી રહ્યા હતા. તેવામાં બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર ચમક જોવા મળી હતી. જોકે આજે વૈશ્વિક મંદીની આશંકાઓ વચ્ચે ફરી બંને ધાતુમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઘટીને રુ.50 હજારના સ્તર તરફ આગળ વધી ગયું હતું.. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ ઘટીને 58 હજાર નજીક પહોંચી ગયું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.53 ટકા ઘટીને 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.08 ટકા ઘટીને 58,153 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હતો પરંતુ લાગે છે ફરી ચમક પાછી ફરી રહી છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ આજે ખૂલ્યા Medanta અને Bikaji Foodsનો IPO, રુપિયા લગાવતા પહેલા વાંચો એક્સપર્ટની સલાહ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.53 ટકાના ઘટાડા સાથે 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.08 ટકાના ઘટાડા સાથે 58,153 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,343 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6848 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ અમેરિકામાં આ વર્ષમાં છઠ્ઠીવાર વ્યાજ દર વધ્યા, આજે RBIની બેઠક; તો શું ભારતમાં પણ વધશે?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,150₹51,440
    મુંબઈ₹46,700₹50,950
    દિલ્હી₹46,850₹51,100
    કોલકાતા₹46,700₹50,950
    બેંગલુરુ₹46,750₹51,000
    હૈદરાબાદ₹46,700₹50,950
    કેરળ₹46,700₹50,950
    પુણે₹46,730₹50,980
    વડોદરા₹46,730₹50,980
    અમદાવાદ₹46,750₹51,000
    જયપુર₹46,850₹51,100
    લખનઉ₹46,850₹51,100
    કોઈમ્બતુર₹47,150₹51,440
    મદુરાઈ₹47,150₹51,440
    વિજયવાડા₹46,700₹50,950
    પટના₹46,730₹50,980
    નાગપુર₹46,730₹50,980
    ચંદીગઢ₹46,850₹51,100
    સુરત₹46,750₹51,000
    ભુવનેશ્વર₹46,700₹50,950
    મેંગલોર₹46,750₹51,000
    વિશાખાપટ્ટનમ₹46,700₹50,950
    નાશિક₹46,730₹50,980
    મૈસુર₹46,750₹51,000

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ તમારી હોમલોનના વ્યાજને ફ્રી કરી દેશે આ SIP, સમજો A to Z ગણતરી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन