Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતોમાં વધારો, જાણો આજના તમારા શહેરના ભાવ

Gold Silver Price Today: સોના ચાંદીની કિંમતોમાં વધારો, જાણો આજના તમારા શહેરના ભાવ

તહેવારો આવતાં સોના ચાંદીની કિંમતોમાં વધારો શરું થયો

Gold Silver rate today 30th September: આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.26 ટકાના ઉછાળા સાથે 50,317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.68 ટકા ઉછળીને 56,540 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક ઘટાડાની અસર ઓછી થતી જણાઈ રહી છે. ગઈકાલના દિવસના અંત સુધીમાં સોના ચાંદીમાં ઉછાળા બાદ આજે ફરી સોના ચાંદીની કિંમતોમાં આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 50 હજાર ઉપર પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 56 હજારથી ઉપર પહોંચી ગયા છે. આજે સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.26 ટકા ઊછળીને 50,317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.68 ટકા વધીને 56,540 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ એક સમયે રુપિયા ઉધારમાં શોધવા નીકળતા, આજે તુલસીની ખેતીથી કરે છે લાખોમાં કમાણી

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.26 ટકા વધીને 50,317 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.68 ટકા વધીને 56,540 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,312 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5879 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Stock Market: શેરબજારમાં આજે પણ ઘટાડાની શક્યતા, રોકાણકારોની માઠી બેઠી કે શું?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,970₹51,240
    મુંબઈ₹46,650₹50,900
    દિલ્હી₹46,800₹51,050
    કોલકાતા₹46,650₹50,900
    બેંગલુરુ₹46,700₹50,950
    હૈદરાબાદ₹46,650₹50,900
    કેરળ₹46,650₹50,900
    પુણે₹46,680₹50,930
    વડોદરા₹46,680₹50,930
    અમદાવાદ₹46,700₹50,950
    જયપુર₹46,800₹51,050
    લખનઉ₹46,800₹51,050
    કોઈમ્બતુર₹46,970₹51,240
    મદુરાઈ₹46,970₹51,240
    વિજયવાડા₹46,650₹50,900
    પટના₹46,680₹50,930
    નાગપુર₹46,680₹50,930
    ચંદીગઢ₹46,800₹51,050
    સુરત₹46,700₹50,950
    ભુવનેશ્વર₹46,650₹50,900
    મેંગલોર₹46,700₹50,950
    વિશાખાપટ્ટનમ₹46,650₹50,900
    નાશિક₹46,680₹50,930
    મૈસુર₹46,700₹50,950

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ Corporate Bonds : શું છે કોર્પોરેટ બોન્ડ્સ, તેમાં કેવી રીતે રોકાણ કરવું?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन