Home /News /business /Gold Silver Price today: સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

Gold Silver Price today: સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

તહેવારો સમયે જ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડાથી ગ્રાહકોમાં ખુશી.

Gold Silver rate today 28th September: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.10 ટકા ઘટીને 49,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.93 ટકા ઘટીને 54,866 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક ઘટાડાની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનાના ભાવ ફરી 49 હજાર નજીક પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ પાછલા ત્રણ દિવસના કડાકા બાદ 55 હજારની નીચે પહોંચી ગયા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.10 ટકા ઘટીને 49,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.93 ટકા વધીને 54,866 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળા બાદ સોનું ફરી એકવાર ઘટી રહ્યું છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ આગામી સમયમાં શેરબજારમાં થઇ શકે છે ઉથલપાથલ, જાણો રોકાણકારોએ શું કરવું

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.10 ટકા ઘટીને 49,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.93 ટકા ઘટીને 54,886 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,270 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6921 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ મંદી... મંદીની બૂમો પડી રહી છે ત્યારે સામનો કરવા કેવી રીતે તૈયારી રહેવું? અહીં સમજો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,250₹50,450
    મુંબઈ₹45,800₹49,970
    દિલ્હી₹45,950₹50,130
    કોલકાતા₹45,800₹49,970
    બેંગલુરુ₹45,860₹50,020
    હૈદરાબાદ₹45,800₹49,970
    કેરળ₹45,800₹49,970
    પુણે₹45,830₹50,000
    વડોદરા₹45,830₹50,000
    અમદાવાદ₹45,850₹50,020
    જયપુર₹45,950₹50,130
    લખનઉ₹45,950₹50,130
    કોઈમ્બતુર₹46,250₹50,450
    મદુરાઈ₹46,250₹50,450
    વિજયવાડા₹45,800₹49,970
    પટના₹45,830₹50,000
    નાગપુર₹45,830₹50,000
    ચંદીગઢ₹45,950₹50,130
    સુરત₹45,850₹50,020
    ભુવનેશ્વર₹45,800₹49,970
    મેંગલોર₹45,850₹50,020
    વિશાખાપટ્ટનમ₹45,800₹49,970
    નાશિક₹45,830₹50,000
    મૈસુર₹45,850₹50,020

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ કેવું છે આ સરકારી કંપનીઓમાં રોકાણ કરતું મ્યુચ્યુઅલ ફંડ? શું તમારે રોકાણ કરવું જોઈએ?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन