Home /News /business /Gold Silver Price Today: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ કડાકો, તહેવારોની સીઝનમાં સસ્તું સોનું ખરીદવાનો મોકો

Gold Silver Price Today: શેરબજારની સાથે સાથે સોના-ચાંદીમાં પણ કડાકો, તહેવારોની સીઝનમાં સસ્તું સોનું ખરીદવાનો મોકો

સોના ચાંદીની કિંમતમાં આજે મોટો ઘટાડો, તમારા શહેરના ભાવ જાણો

Gold Silver rate today 26th September: આજે આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.15 ટકા તૂટીને 49,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1.35 ટકા તૂટીને 55,472 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક ઘટાડાની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તરફ સોનાના ભાવ ફરી 49 હજાર નજીક પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલ્યો છે 55 હજાર આસપાસ પહોંચી ગયા છે. આજે સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.15 ટકા ઘટીને 49,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.35 ટકા ઘટીને 55,472 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળા બાદ સોનું ફરી એકવાર ઘટી રહ્યું છે. આ સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.15 ટકા ઘટીને 49,326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.35 ટકા ઘટીને 55,472 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,326 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6865 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,510₹50,740
    મુંબઈ₹46,000₹50,200
    દિલ્હી₹46,150₹50,350
    કોલકાતા₹46,000₹50,200
    બેંગલુરુ₹46,050₹50,240
    હૈદરાબાદ₹46,000₹50,200
    કેરળ₹46,000₹50,200
    પુણે₹46,030₹50,230
    વડોદરા₹46,030₹50,230
    અમદાવાદ₹46,050₹50,240
    જયપુર₹46,150₹50,350
    લખનઉ₹46,150₹50,350
    કોઈમ્બતુર₹46,510₹50,740
    મદુરાઈ₹46,510₹50,740
    વિજયવાડા₹46,000₹50,200
    પટના₹46,030₹50,230
    નાગપુર₹46,030₹50,230
    ચંદીગઢ₹46,150₹50,350
    સુરત₹46,050₹50,240
    ભુવનેશ્વર₹46,000₹50,200
    મેંગલોર₹46,050₹50,240
    વિશાખાપટ્ટનમ₹46,000₹50,200
    નાશિક₹46,030₹50,230
    મૈસુર₹46,050₹50,240


    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन