Home /News /business /Gold Silver Price Today: સોનાની કિંમતોમાં આજે નજીવો ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

Gold Silver Price Today: સોનાની કિંમતોમાં આજે નજીવો ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

સોના ચાંદીની કિંમતો સામાન્ય ઉછાળો, તમારે શું કરવું જોઈએ?

Gold Silver rate today 21th September: આજે આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.03 ટકા ઉછળીને 49,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.64 ટકા મજબૂત થઈને 56,705 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ સામાન્ય વધારો થયો છે અને સોનાના ભાવ રુ. 49 હજાર આસપાસ રહ્યા છે, તો બીજી તરફ ચાંદીના ભાવ થોડા ઉપર ચડ્યા છે. સવારે 11.00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.03 ટકા વધીને 49,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.64 ટકા વધીને 56,705 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ Harsha Engineers IPO Allotment: આજે થશે શેર્સનું એલોટમેન્ટ, તમને જો લાગે તો આગળ શું કરવું?

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.03 ટકા વધીને 49,192 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.64 ટકા વધીને 56,705 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,192 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6999 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ Credit cardનો સ્માર્ટ ઉપયોગ કરવાની 9 ટિપ્સ, આટલું સમજી લેશો તો વધુ ફાયદામાં રહેશો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,200₹50,400
    મુંબઈ₹45,800₹49,960
    દિલ્હી₹45,950₹50,110
    કોલકાતા₹45,800₹49,960
    બેંગલુરુ₹45,850₹50,040
    હૈદરાબાદ₹45,800₹49,960
    કેરળ₹45,800₹49,960
    પુણે₹45,830₹49,990
    વડોદરા₹45,830₹49,990
    અમદાવાદ₹45,850₹50,040
    જયપુર₹45,950₹50,110
    લખનઉ₹45,950₹50,110
    કોઈમ્બતુર₹46,200₹50,400
    મદુરાઈ₹46,200₹50,400
    વિજયવાડા₹45,800₹49,960
    પટના₹45,830₹49,990
    નાગપુર₹45,830₹49,990
    ચંદીગઢ₹45,950₹50,110
    સુરત₹45,850₹50,040
    ભુવનેશ્વર₹45,800₹49,960
    મેંગલોર₹45,850₹50,040
    વિશાખાપટ્ટનમ₹45,800₹49,960
    નાશિક₹45,830₹49,990
    મૈસુર₹45,850₹50,040

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ ખરીદી માટે આ નવો ફંડા કેટલો છે ફાયદાકારક? જાણો દરેક પાસાને વિગતવાર

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन