Home /News /business /Gold Silver Price Today: સોનું બે મહિનાના તળિયે, ચાંદી પણ તૂટ્યું

Gold Silver Price Today: સોનું બે મહિનાના તળિયે, ચાંદી પણ તૂટ્યું

24 કેરેટ શુધ્ધ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.50,138 પહોંચી ગયા, અહીં જાણો તમારા શહેરના ભાવ.

Gold Silver rate today 1st September: આજે આજે સવારે 11.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.55 ટકા ઘટીને 50,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 1.60 ટકા ઘટીને 52,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે શેરબજારની સાથે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ ફરી રુ. 50 હજારની અંદર આવી ગયા છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.55 ટકા ઘટીને 50,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.60 ટકા ઘટીને 52,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકિંગને લગતા આ નિયમો, તમારા ખિસ્સા પર વધશે ભારણ

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

    આજે સવારે 11.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.55 ટકા ઘટીને 50,138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.60 ટકા ઘટીને 52,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,895 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,296 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    LPG Cylinder Price: આજે 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,100₹51,380
    મુંબઈ₹46,500₹50,730
    દિલ્હી₹46,700₹50,950
    કોલકાતા₹46,500₹50,730
    બેંગલુરુ₹46,550₹50,780
    હૈદરાબાદ₹46,500₹50,730
    કેરળ₹46,500₹50,730
    પુણે₹46,530₹50,760
    વડોદરા₹46,530₹50,760
    અમદાવાદ₹46,550₹50,780
    જયપુર₹46,700₹50,950
    લખનઉ₹46,700₹50,950
    કોઈમ્બતુર₹47,100₹51,380
    મદુરાઈ₹47,100₹51,380
    વિજયવાડા₹46,500₹50,730
    પટના₹46,530₹50,760
    નાગપુર₹46,530₹50,760
    ચંદીગઢ₹46,700₹50,950
    સુરત₹46,550₹50,780
    ભુવનેશ્વર₹46,500₹50,730
    મેંગલોર₹46,550₹50,780
    વિશાખાપટ્ટનમ₹46,500₹50,730
    નાશિક₹46,530₹50,760
    મૈસુર₹46,550₹50,780



    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: 10 Gram gold Latest Price, Business news, Gold and Silver Price, Gold-Silver latest price

    विज्ञापन
    विज्ञापन