Home /News /business /Gold Silver Price Today: સોનામાં આજે સુસ્તી પણ ચાંદી ચમકી ગયું, 58 હજારને પાર પહોંચ્યું

Gold Silver Price Today: સોનામાં આજે સુસ્તી પણ ચાંદી ચમકી ગયું, 58 હજારને પાર પહોંચ્યું

લગ્નની સીઝન આવી રહી છે પરંતુ સોનું આજે પણ સસ્તું છે.

Gold Silver Price Today 1st November: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.03 ટકાના સામાન્ય ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 50,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 1.04 ટકા ઉછળીને 58,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી સતત ઘટી રહ્યા હતા. તેવામાં ગત સપ્તાહમાં છેલ્લે છેલ્લે બંને કિંમતી ધાતુંમાં ફરી ચમક જોવા મળી છે. જોકે આજે ફરી એકવાર મોટા ઘટાડા બાદ હાલ આંશિક ઉછાળા સાથે સોનું ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી સવારથી જ મોટા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઘટ્યા બાદ અત્યારે સમાન્ય ઉછળ્યું હતું અને રુ. 50 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ ઉછળીને 58 હજાર ઉપર આવી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.03 ટકા ઉછળીને 50,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.04 ટકા વધીને 58,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હતો પરંતુ લાગે છે ફરી ચમક પાછી ફરી રહી છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ એક્સપર્ટે કહ્યું, 'રિલાયન્સ, ઇન્ડિયા સીમેન્ટ, ITC પર લગાવો દાવ, થોડા દિવસોમાં જ થઈ શકે રુપિયાનો વરરસાદ'

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.03 ટકાના વધારા સાથે 50,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.04 ટકાની તેજી સાથે 58,280 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,335 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6866 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ સતત પાંચમા મહિને ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, આજથી 115 રુપિયા સસ્તું

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,050₹51,330
    મુંબઈ₹46,000₹50,180
    દિલ્હી₹46,150₹50,350
    કોલકાતા₹46,000₹50,180
    બેંગલુરુ₹46,050₹50,230
    હૈદરાબાદ₹46,000₹50,180
    કેરળ₹46,000₹50,180
    પુણે₹46,030₹50,210
    વડોદરા₹46,030₹50,210
    અમદાવાદ₹46,050₹50,230
    જયપુર₹46,150₹50,350
    લખનઉ₹46,150₹50,350
    કોઈમ્બતુર₹47,050₹51,330
    મદુરાઈ₹47,050₹51,330
    વિજયવાડા₹46,000₹50,180
    પટના₹46,030₹50,210
    નાગપુર₹46,030₹50,210
    ચંદીગઢ₹46,150₹50,350
    સુરત₹46,050₹50,230
    ભુવનેશ્વર₹46,000₹50,180
    મેંગલોર₹46,050₹50,230
    વિશાખાપટ્ટનમ₹46,000₹50,180
    નાશિક₹46,030₹50,210
    મૈસુર₹46,050₹50,230

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ DCX Systemનો આજે રુ.500નો IPO ખૂલ્યો, ભરતા પહેલા ભારે કામના આ મુદ્દા સમજી લો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन