Home /News /business /Gold Silver Price Today: સોનું 50 હજારથી સસ્તું થયું, શું હજુ પણ તૂટશે ભાવ?

Gold Silver Price Today: સોનું 50 હજારથી સસ્તું થયું, શું હજુ પણ તૂટશે ભાવ?

સોના ચાંદીની કિંમતો સતત ઘટી રહી છે, તમારે શું કરવું જોઈએ?

Gold Silver rate today 15th September: આજે આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.34 ટકા તૂટીને 56,794 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 50 હજારની અંદર પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.34 ટકા ઘટીને 56,794 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ Tamiland Mercantile Bankના શેરનું ફ્લેટ લિસ્ટિંગ, હવે તમારે શું કરવું?

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.64 ટકા ઘટીને 49,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.34 ટકા વધીને 56,794 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 49,700 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6491 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹46,800₹51,050
    મુંબઈ₹46,200₹50,400
    દિલ્હી₹46,350₹50,560
    કોલકાતા₹46,200₹50,400
    બેંગલુરુ₹46,250₹50,450
    હૈદરાબાદ₹46,200₹50,400
    કેરળ₹46,200₹50,400
    પુણે₹46,230₹50,430
    વડોદરા₹46,230₹50,430
    અમદાવાદ₹46,250₹50,450
    જયપુર₹46,350₹50,560
    લખનઉ₹46,350₹50,560
    કોઈમ્બતુર₹46,800₹51,050
    મદુરાઈ₹46,800₹51,050
    વિજયવાડા₹46,200₹50,400
    પટના₹46,230₹50,430
    નાગપુર₹46,230₹50,430
    ચંદીગઢ₹46,350₹50,560
    સુરત₹46,250₹50,450
    ભુવનેશ્વર₹46,200₹50,400
    મેંગલોર₹46,250₹50,450
    વિશાખાપટ્ટનમ₹46,200₹50,400
    નાશિક₹46,230₹50,430
    મૈસુર₹46,250₹50,450



    આ પણ વાંચોઃ આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ દિગ્ગજ રોકાણકાર શંકર શર્માના રોકાણવાળી કંપનીનો IPO 15 સપ્ટેમ્બરે ખુલશે, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन