Home /News /business /Gold Silver Price Today: સોનું ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ તરફ ભાગ્યા, તમારા શહેરની કિંમતો ચેક કરો

Gold Silver Price Today: સોનું ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ તરફ ભાગ્યા, તમારા શહેરની કિંમતો ચેક કરો

સોના ચાંદીમાં ધમાકેદાર તેજી, સોનું 53 હજાર નજીક પહોંચી ગયું.

Gold Silver Price Today 15th November: આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.31 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.48 ટકા વધીને 62,769 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા છે. તેવામાં આજે બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર પોત પોતાનો ઓલ ટાઈમ હાઈ તરફ સરકી રહી છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ફરી રુ.53 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 63 હજાર નજીક ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.31 ટકા ઉછળીને 52,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.48 ટકા વધીને 62,769 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.31 ટકા ઉછળીને 52,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.48 ટકાના ઉછળા સાથે 62,769 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,880 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4311 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,400₹53,890
    મુંબઈ₹48,550₹52,960
    દિલ્હી₹48,700₹53,110
    કોલકાતા₹48,550₹52,960
    બેંગલુરુ₹48,600₹53,010
    હૈદરાબાદ₹48,550₹52,960
    કેરળ₹48,550₹52,960
    પુણે₹48,580₹53,040
    વડોદરા₹48,580₹53,040
    અમદાવાદ₹48,600₹53,010
    જયપુર₹48,700₹53,110
    લખનઉ₹48,700₹53,110
    કોઈમ્બતુર₹49,400₹53,890
    મદુરાઈ₹49,400₹53,890
    વિજયવાડા₹48,550₹52,960
    પટના₹48,580₹53,040
    નાગપુર₹48,580₹53,040
    ચંદીગઢ₹48,700₹53,110
    સુરત₹48,600₹53,010
    ભુવનેશ્વર₹48,550₹52,960
    મેંગલોર₹48,600₹53,010
    વિશાખાપટ્ટનમ₹48,550₹52,960
    નાશિક₹48,580₹53,040
    મૈસુર₹48,600₹53,010

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ  આ IPOમાં દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन