Home /News /business /Gold Silver Price Today: સોના-ચાંદીમાં તેજી, જાણો તમારા શહેરની કિંમત એક ક્લિકમાં

Gold Silver Price Today: સોના-ચાંદીમાં તેજી, જાણો તમારા શહેરની કિંમત એક ક્લિકમાં

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યાં સોના ચાંદીમાં આવી છે જોરદાર તેજી, જાણો તમારા શહેરના ભાવ

Gold Silver Price Today 14th November: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.45 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 52,568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ ચાંદી 0.47 ટકા વધીને 61,862 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા છે. તેવામાં આજે બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ફરી રુ.53 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 62 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.45 ટકા ઉછળીને 52,568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.47 ટકા વધીને 61,862 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે કહ્યું 'આ સીમેન્ટ શેરમાં 73 ટકાની દમદાર કમાણી, ફટાફટ ખરીદો'

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.45 ટકાના ઉછળીને 52,568 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.47 ટકાના ઉછળા સાથે 61,862 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 11 ગ્રામ 52,568 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4623 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ 3 મહિનામાં 5 ટકાથી વધારે તૂટ્યો ઓટો શેર, તેમ છતાં શેરખાને આપી ખરીદવાની સલાહ, જાણો કેમ?

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,010₹53,470
    મુંબઈ₹48,260₹52,640
    દિલ્હી₹48,360₹52,760
    કોલકાતા₹48,260₹52,640
    બેંગલુરુ₹48,290₹52,670
    હૈદરાબાદ₹48,260₹52,640
    કેરળ₹48,260₹52,640
    પુણે₹48,270₹52,670
    વડોદરા₹48,270₹52,670
    અમદાવાદ₹48,290₹52,670
    જયપુર₹48,360₹52,760
    લખનઉ₹48,360₹52,760
    કોઈમ્બતુર₹49,010₹53,470
    મદુરાઈ₹49,010₹53,470
    વિજયવાડા₹48,260₹52,640
    પટના₹48,270₹52,670
    નાગપુર₹48,270₹52,670
    ચંદીગઢ₹48,360₹52,760
    સુરત₹48,290₹52,670
    ભુવનેશ્વર₹48,260₹52,640
    મેંગલોર₹48,290₹52,670
    વિશાખાપટ્ટનમ₹48,260₹52,640
    નાશિક₹48,270₹52,670
    મૈસુર₹48,290₹52,670

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ ટાટા ગ્રુપની આ કંપની થોડા જ દિવસોમાં આપી શકે છે 21% સુધી વળતર, ICICI ડાયરેક્ટે આપી ખરીદીની સલાહ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन