Home /News /business /Gold Silver Price Today: સોના ચાંદીમાં સતત ઘટાડો, ખરીદવું હોય તો અત્યારે છે પરફેક્ટ મોકો

Gold Silver Price Today: સોના ચાંદીમાં સતત ઘટાડો, ખરીદવું હોય તો અત્યારે છે પરફેક્ટ મોકો

સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો, ખરીદવા માટે હાલ મોકો છે.

Gold Silver rate today 13th September: આજે આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.55 ટકા ઘટીને 50,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.86 ટકા તૂટીને 56,996 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં આજે શેરબજારથી વિપરિત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ તૂટીને રુ. 50 હજારની આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.55 ટકા ઘટીને 50,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.86 ટકા ઘટીને 55,996 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના ઘટાડા બાદ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    આ પણ વાંચોઃ ફ્લિપકાર્ટવાળા સચિન બંસલની સ્ટાર્ટ કંપનીને IPO લાવવાની મંજૂરી, રુ.3350 કરોડ ભેગા કરશે

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.55 ટકા ઘટીને 50,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.86 ટકા વધીને 55,996 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,350 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5841 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચોઃ બજારમાં તોફાની તેજી, એક્સપર્ટ આશીષ બહેતી પાસેથી જાણો કમાણીના શેર્સ

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,250₹51,550
    મુંબઈ₹46,730₹50,980
    દિલ્હી₹46,880₹51,140
    કોલકાતા₹46,730₹50,980
    બેંગલુરુ₹46,780₹51,030
    હૈદરાબાદ₹46,730₹50,980
    કેરળ₹46,730₹50,980
    પુણે₹46,760₹51,010
    વડોદરા₹46,760₹51,010
    અમદાવાદ₹46,780₹51,030
    જયપુર₹46,880₹51,140
    લખનઉ₹46,880₹51,140
    કોઈમ્બતુર₹47,250₹51,550
    મદુરાઈ₹47,250₹51,550
    વિજયવાડા₹46,730₹50,980
    પટના₹46,760₹51,010
    નાગપુર₹46,760₹51,010
    ચંદીગઢ₹46,880₹51,140
    સુરત₹46,780₹51,030
    ભુવનેશ્વર₹46,730₹50,980
    મેંગલોર₹46,780₹51,030
    વિશાખાપટ્ટનમ₹46,730₹50,980
    નાશિક₹46,760₹51,010
    મૈસુર₹46,780₹51,030

    આ પણ વાંચોઃ આ ત્રણ પ્રકારના પાંદડાની કરો ખેતી અને દર મહિને મેળવો બમ્પર આવક


    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચોઃ નિષ્ણાતે કહ્યું આ 3 શેરમાં દમ લગાવીને રોકાણ કરો, ટૂંકાગાળામાં તગડી કમાણી થશે

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Silver Price Today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन