Home /News /business /Gold Rate Today, 10 Feb 2022: સોનાની કિંમતમાં છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં 850 રૂપિયાનો વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

Gold Rate Today, 10 Feb 2022: સોનાની કિંમતમાં છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં 850 રૂપિયાનો વધારો, ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Price Today (10 February 2022) : ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, બુધવારે સૌથી શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનું 48,665 રૂપિયા પ્રતિ ગ્રામ લેખે વેચાયું હતું. ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 62,387 રૂપિયા હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. Gold Price Today, 10 February 2022: સોનાની કિંમતમાં આજે ફરી ઉછાળો નોંધાયો છે. સવારે 11:30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.17 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 48,744 રૂપિયા છે, મતલબ કે સોનું હજુ પણ રેકોર્ડ ભાવથી ઘણું સસ્તું મળી રહ્યું છે.

    સોના ચાંદીની કિંમત (Gold Silver Rate Today)

    આજે સવારે એમસીએક્સ પર એપ્રિલ વાયદાનું સોનું 0.17 ટકા વધીને 48,744 પ્રતિ 10 ગ્રાન પર ટ્રેડ કરી રહ્યું હતું. આજે સોનાની કિંમતમાં 84 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં 0.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પ્રતિ કિલોગ્રામ 62,669 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું.

    સોના-ચાંદીની કિંમતમાં થયેલો વધારો

    ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, બુધવારે સૌથી શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનું 48,665 રૂપિયા પ્રતિ ગ્રામ લેખે વેચાયું હતું. ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 62,387 રૂપિયા હતી. છેલ્લા 10 ટ્રેડિંગ સેશન દરમિયાન સ્પોટ ગોલ્ડની કિંમત પ્રતિ 10 ગ્રામ 850 રૂપિયા વધી છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 1650 રૂપિયાનો વધારો થયો છે.

    અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹46,010₹50,200
    Mumbai₹45,800₹49,970
    Delhi₹45,800₹49,970
    Kolkata₹45,800₹49,700
    Bangalore₹45,800₹49,970
    Hyderabad₹45,800₹49,970
    Kerala₹45,800₹49,970
    Pune₹45,760₹49,900
    Vadodara₹45,760₹49,700
    Ahmedabad₹45,760₹49,900
    Jaipur₹45,750₹49,300
    Lucknow₹46,110₹49,220
    Coimbatore₹46,010₹50,200
    Madurai₹46,010₹50,200
    Vijayawada₹45,800₹49,970
    Patna₹45,760₹49,900
    Nagpur₹45,760₹49,900
    Chandigarh₹46,110₹49,220
    Surat₹45,760₹49,900
    Bhubaneswar₹45,550₹49,690
    Mangalore₹45,800₹49,970
    Visakhapatnam₹45,800₹49,970
    Nashik₹45,760₹49,900
    Mysore₹45,800₹49,970

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: બે દિવસમાં આ કેમિકલ સ્ટોક 36% વધ્યો, શું શંકર શર્માની બલ્ક ડીલથી આવી તેજી?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन
    विज्ञापन