Home /News /business /

Gold Rate: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે સોનું 52,000 રૂપિયાને પાર નીકળ્યું, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Rate: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે સોનું 52,000 રૂપિયાને પાર નીકળ્યું, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાનો આજનો ભાવ (Shutterstock તસવીર)

Gold and Silver rate today 04 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,027 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે આજે એમસીએક્સ પર સોનું 52,000 રૂપિયાને પાર નીકળી ગયું છે. બજાર નિષ્ણાતો પહેલા જ સોનાની કિંમતમાં તેજીની આશા વ્યક્ત કરી ચૂક્યા હતા. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમત પણ સતત વધી રહી છે. સોનાની સુરક્ષિત રોકાણ ગણવામાં આવતું હોવાથી જ્યારે જ્યારે બજારમાં અસ્થિરતા જોવા મળે છે ત્યારે તેની માંગ વધી જાય છે. આજે સવારે 9:30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં 0.50 ટકા અને ચાંદીની કિંમતમાં 0.49 ટકાનો વધારો નોંધાયો હતો.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)

    આજે સવારે MCX પર સોનું 257 રૂપિયા વધીને 52,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. આ રીતે સોનાની કિંમતમાં 0.50 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. બીજી તરફ ચાંદી 0.49 ટકા એટલે કે 332 રૂપિયા વધીને 68,236 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold record price)

    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,027 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,173 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,460₹52,840
    મુંબઈ₹47,290₹51,590
    દિલ્હી₹47,290₹51,590
    કોલકાતા₹47,290₹51,590
    બેંગલુરુ₹47,290₹51,590
    હૈદરાબાદ₹47,290₹51,590
    કેરળ₹47,290₹51,590
    પુણે₹47,340₹51,640
    વડોદરા₹47,310₹51,660
    અમદાવાદ₹47,370₹51,670
    જયપુર₹47,440₹51,740
    લખનઉ₹47,440₹51,740
    કોઈમ્બતુર₹48,460₹52,840
    મદુરાઈ₹48,460₹52,840
    વિજયવાડા₹47,290₹51,590
    પટના₹47,340₹51,640
    નાગપુર₹47,310₹51,660
    ચંદીગઢ₹47,440₹51,740
    સુરત₹47,370₹51,670
    ભુવનેશ્વર₹47,290₹51,590
    મેંગલોર₹47,290₹51,590
    વિશાખાપટ્ટનમ₹47,290₹51,590
    નાશિક₹47,340₹51,640
    મૈસુર₹47,290₹51,590

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ટાટા મોટર્સ, અંબુજા સિમેન્ટ સહિત આ 20 શેરમાં આજે થઈ શકે છે મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર