Home /News /business /

Gold rate: સોનાનો ભાવ નવ મહિનાની રેકોર્ડ સપાટી નજીક, ખરીદી પહેલા જાણી લો આજનો ભાવ

Gold rate: સોનાનો ભાવ નવ મહિનાની રેકોર્ડ સપાટી નજીક, ખરીદી પહેલા જાણી લો આજનો ભાવ

સોનાની કિંમત

Gold Rate, 22 February 2022: ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. આજે એપ્રિલ વાયદાનું સોનું 50,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે.

    નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં સોનાની કિંમત (Gold price today) નવ મહિનાની રેકોર્ડ સપાટી નજીક પહોંચી ગયો છે. આજે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન જો તમે સોનું ખરીદવા માંગો છો તો ઝડપથી ખરીદીની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. બજાર નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આજે સવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સોનું 0.76 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ આજે ચાંદીની કિંમત (Silver price today)માં પણ જોરદાર ઉછાળો આવ્યો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)

    આજે એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 0.76 ટકાની જોરદાર તેજી જોવા મળી છે. આ સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 50,460 રૂપિયા જોવા મળ્યો હતો. બીજી તરફ આજે ચાંદીની કિંમતમાં 1.10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીની કિંમત આજે 64,289 રૂપિયા જોવા મળી હતી.

    5,740 રૂપિયા સસ્તું સોનું

    ઓગસ્ટ 2020 દરમિયાન MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. આજે એપ્રિલ વાયદાનું સોનું 50,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે. જેનો સીધો મતલબ એવો થાય કે સોનું હજું પણ પોતાની રેકોર્ડ કિંમતથી 5740 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ34 કેરેટ
     ચેન્નાઇ₹47,620₹52,000
    મુંબઈ₹46,250₹50,460
    દિલ્હી₹46,250₹50,460
    કોલકાતા₹46,250₹50,460
    બેંગલુરુ₹46,250₹50,460
    હૈદરાબાદ₹46,250₹50,460
    કેરળ₹46,250₹50,460
    પુણે₹46,150₹50,350
    વડોદરા₹46,150₹50,350
    અમદાવાદ₹46,200₹50,400
    જયપુર₹46,200₹50,400
    લખનઉ₹46,300₹50,500
    કોઈમ્બતુર₹47,620₹52,000
    મદુરાઈ₹47,620₹52,000
    વિજયવાડા₹46,250₹50,460
    પટના₹46,150₹50,350
    નાગપુર₹46,250₹50,460
    ચંદીગઢ₹46,300₹50,500
    સુરત₹46,200₹50,400
    ભુવનેશ્વર₹46,250₹50,460
    મેંગલોર₹46,250₹50,460
    વિશાખાપટ્ટનમ₹46,250₹50,460
    નાશિક₹46,150₹50,350
    મૈસુર₹46,250₹50,460

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन