Home /News /business /

આનંદો! સતત ત્રીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

આનંદો! સતત ત્રીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સોનાનો આજનો ભાવ (પ્રતીકાત્મક તસવીર)

Gold Rate, 17 February 2022: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. સોનું પોતાના રેકોર્ડ ભાવથી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે.

    નવી દિલ્હી: સોનાની કિંમત (Gold Rate)માં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આથી જો તમે સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે ખૂબ સારો મોકો છે. કારણ કે સોનું તેની રેકોર્ડ કિંમતથી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આજે 17 ફેબ્રુઆરીએ સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું. બીજી બાજું ચાંદીની કિંમત (Silver price)માં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    ફરી વધી શકે છે સોનાના ભાવ

    કેડિયા કોમોડિટીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે દેશ અને દુનિયામાં મોંઘવારી વધી રહી છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાને પગલે વૈશ્વિક ચિંતા વધી છે. જેનાથી સોનાની કિંમતને સમર્થન મળશે. સોનું આ વર્ષે 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શ કરી શકે છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)

    આજે એપ્રિલ ડિલિવરી વાળું સોનાની કિંમત 0.07 ટકા ઘટીને 49,582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી. બીજી તરફ ચાંદી 0.42 ટકા ઘટીને 63,031 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર જોવા મળી હતી.

    રેકોર્ટ ભાવથી સોનું કેટલું સસ્તું?

    વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. આજે સવારે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 49,582 રૂપિયા છે, મતલબ કે સોનું રેકોર્ડ કિંમતથી 6,618 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં સોનાનો આજનો ભાવ (સોર્સ- goodreturns.in)
































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
     ચેન્નાઇ₹46,630₹50,830
    મુંબઈ₹46,190₹50,390
    દિલ્હી₹46,190₹50,390
    કોલકાતા₹46,190₹50,390
    બેંગલુરુ₹46,190₹50,390
    હૈદરાબાદ₹46,190₹50,390
    કેરળ₹46,190₹50,390
    પુણે₹46,140₹50,550
    વડોદરા₹46,140₹50,550
    અમદાવાદ₹46,170₹50,370
    જયપુર₹46,290₹50,440
    લખનઉ₹46,180₹50,380
    કોઈમ્બતુર₹46,630₹50,830
    મદુરાઈ₹46,630₹50,830
    વિજયવાડા₹46,190₹50,390
    પટના₹46,140₹50,550
    નાગપુર₹46,140₹50,550
    ચંદીગઢ₹46,180₹50,380
    સુરત₹46,170₹50,370
    ભુવનેશ્વર₹46,190₹50,390
    મેંગલોર₹46,190₹50,390
    વિશાખાપટ્ટનમ₹46,190₹50,390
    નાશિક₹46,140₹50,550
    મૈસુર₹46,190₹50,390


    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: અદાણી ગ્રુપનો આ શેર એક સપ્તાહમાં 17% ઉછળ્યો, શું તમારે પોર્ટફોલિયોમાં સામેલ કરવો જોઇએ?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ટાટા પાવરના શેરમાં આવી 3 ટકાની તેજી, મોર્ગન સ્ટેનલીએ શેરના ટાર્ગેટમાં કર્યો વધારો

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર