ખુશખબર! બે દિવસ બાદ સસ્તુ થયું સોનું, ફટાફટ જાણો નવો ભાવ

પ્રતિકાત્મક તસવીર

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ છ મહિનામાં સોનાના ભાવ સળંગ વધતા રહેશે. આવનારા સમયમાં તેની આશા ઓછી જ લાગે છે કે સોનાના ભાવ નીચે જાય.

 • Share this:
  બે દિવસ બાદ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય રૂપિયો સામાન્ય મજબૂત થવાના કારણે ગુરૂવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ 53 રૂપિયા સસ્તુ થયું છે. આ સાથે ચાંદીનો ભાવ પણ ઘટ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 20 રૂપિયા ઓછો થયો છે.

  સોનાની નવી કિંમત - ગુરૂવારે દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 39,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 39,007 રૂપિયા થઈ ગયો છે. મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ 328 રૂપિયા વઘ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1,472.70 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી 17.10 ડોલર પ્રતિ ઓંસ પર હતી.

  ચાંદી સસ્તી થઈ - ગુરૂવારે દિલ્હી સર્રાફા બજારમાં ચાંદીનો ભાવ 45,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ગગડીને 45,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. આ પહેલા મંગળવારે દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ 45,125 રૂપિયાથી વધીને 45,873 રૂપિયા થઈ ગયો હતો.

  કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ - HDFC સિક્યોરિટીઝના સિનીયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે, ડોલરના મુકાબલે રૂપિયામાં સામાન્ય મજબૂતીના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લગ્નની સિઝનમાં સોનાની માંગ વધવાથી બજારમાં તેજી આવી જશે.

  આગામી 6 મહિના સુધી વધેલા રહેશે સોનાના ભાવ - ભારતીય સ્ટેટ બેન્ક સમૂહની મુખ્ય આર્થિક સલાહકાર સોમૈયા કાંતી ઘોષે કહ્યું કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ નીચા આવવાની આશા નથી દેખાઈ રહી. હાર્મૂઝ જલડમરૂ, કોરિયાઈ દ્વીપ અને તાઈવાનમાં સૈન્ય ટકરાવની આશંકા વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખાસકરીને ભારત માટે કોઈ પણ સકારાત્મક નથી થઈ શકતી. તેમાં કોઈ આશ્ચર્ય નહી તાય કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ છ મહિનામાં સોનાના ભાવ સળંગ વધતા રહેશે. આવનારા સમયમાં તેની આશા ઓછી જ લાગે છે કે સોનાના ભાવ નીચે જાય.
  Published by:kiran mehta
  First published: