Home /News /business /Gold Silver Price Today: સોના-ચાંદીમાં આવ્યો જોરદાર ઉછાળો, ગોલ્ડ પહોંચ્યું 50 હજારની નજીક, સિલ્વર 72 હજારને પાર

Gold Silver Price Today: સોના-ચાંદીમાં આવ્યો જોરદાર ઉછાળો, ગોલ્ડ પહોંચ્યું 50 હજારની નજીક, સિલ્વર 72 હજારને પાર

છેલ્લા બે મહિનામાં સોનું 5,000 રૂપિયા મોંઘું થયું, રૂપિયાની તુલનામાં ડૉલરમાં મજબૂતીના કારણે ગોલ્ડના ભાવમાં તેજી

છેલ્લા બે મહિનામાં સોનું 5,000 રૂપિયા મોંઘું થયું, રૂપિયાની તુલનામાં ડૉલરમાં મજબૂતીના કારણે ગોલ્ડના ભાવમાં તેજી

નવી દિલ્હી. 1 જૂન 2021 (1 June 2021) મહિનાના પહેલા દિવસે જ સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price Today)માં જોરદાર ઉછાળો આવ્યો છે. આજે સોનાની કિંમત (Petrol Price Today) વધીને 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગઈ. બીજી તરફ ચાંદીનો ભાવ (Silver Price Today) 72 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામને પાર જતો રહ્યો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર મંગળવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તેજી આવી. ચેક કરો આજના લેટેસ્ટ રેટ્સ...

નોંધનીય છે કે, છેલ્લા બે મહિનામાં સોનું 5,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે. માર્ચ મહિનામાં સોનાની કિંમત લગભગ 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો, LPG Price Today: સસ્તો થયો ગેસ સિલિન્ડર, જૂનમાં બુકિંગ કરાવતાં પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ્સ

અહીં ચેક કરો સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today, 1 June 2021):

10 ગ્રામ ગોલ્ડનો ભાવ- MCX પર આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી. સોનું 0.20 ટકા વધીને 49,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.

1 કિલોગ્રામ ચાંદીનો ભાવ

બીજી તરફ, ચાંદીનો ભાવ 0.84 ટકાની તેજી સાથે 72,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. ગત સત્રમાં સોનું 0.45 ટકા અને ચાંદીમાં 0.42 ટકાની તેજી આવી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું. હાજર સોનું 0.2 ટકા વધીને 1,911.45 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.6 ટકા વધીને 28.22 ડૉલર પ્રતિ ઔંસ જ્યારે પ્લેટિનમ 0.5 ટકા વધીને 1,192.22 ડૉલર થઈ ગયું.

આ પણ જુઓ, VIDEO: હોમવર્કથી પરેશાન કાશ્મીરી બાળકીએ PM મોદીને આવી રીતે કરી ફરિયાદ

સોનાના ભાવમાં આવી શકે છે વધુ તેજી- એક્સપર્ટ્સના મત મુજબ, સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ તેજી આવી શકે છે. કોરોના વાયરસ સોનાની કિંમતોમાં તેજીનું એક કારણ હોઈ શકે છે.

સોનામાં તેજી કેમ આવી?

HDFC Securitiesના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું કે રૂપિયા (Rupee)ની તુલનામાં ડૉલર (Dollar)માં મજબૂતીના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. બીજી તરફ, ન્યૂયોર્કના કમોડિટી એક્સચેન્જ કોમેક્સ પર સોનાના હાજર ભાવમાં મજબૂતી જોવા મળી. તેના કારણે પણ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે.
First published:

Tags: Business news, Gold price, Gold price hike, Gold price today, Rupee, Silver price, Sovereign Gold Bond, આરબીઆઇ, ડોલર