Gold-Silver Price: સોનુ થયું મોંઘુ, ચાંદી થઇ સસ્તી, જાણો આખા અઠવાડિયાની સોનાની સફર
Gold-Silver Price: સોનુ થયું મોંઘુ, ચાંદી થઇ સસ્તી, જાણો આખા અઠવાડિયાની સોનાની સફર
સોનાનો ભાવ
Gold-Silver Price Latest Updates: આઇબીજીએ (IBJA) મુજબ, આ અઠવાડિયાનાં પહેલાં દિવસ એટલે કે 31 જાન્યુઆરી (સોમવારે) સોનાનાં ભાવ 47,834 રૂપિાય પ્રતિ 10 ગ્રામ હતો જે ગત ગત કારોબારી દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી (શુક્રવાર) સુધી 439 રૂપિયાનાં ઘટાડા સાથે 48,273 રૂપિયા સુધી આવી ગયો છે.
નવી દિલ્હી: ભારતીય સરાફા બજારમાં સોનાનાં એક અઠવાડિયાનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે ચાંદીનાં ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયે સોનાનાં બાવમાં 439 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી છે. જ્યાર ચાંદીનાં ભાવમાં 147 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઇટ મુજબ, આ બિઝનેસ વિક (31 જાન્યુઆરી- 4 ફેબ્રુઆરીની વચ્ચે) શરૂઆતમાં 24 કેરેટ ગોલ્ડ (Gold)નો ભાવ 47,834 હતો. જે શુક્રવારે વધી 48,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. તો, 999 શુદ્ધતાવાળી ચાંદી (Silver) ચાંદીનાં ભાવમાં 61,074થી ઘટીને 60927 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે.
આપને જણાવી દઇએ કે, IBJA દ્વારા જાહેર કરવામાં આવેલી કિંમતોથી અલગ અલગ શુદ્ધતાથી સોનાનાં સ્ટાન્ડર્ટ ભાવની જાણકારી મળી છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાનાં છે. આઇબીએ દ્વારા જાહેર કરવામાં આવેલાં દર દેશભરમાં સર્વસામાન્ય છે પણ આ ભાવમાં GST શામેલ નથી હોતી.
સોનાની શુદ્ધતાના માપદંડ- 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો- જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર