Home /News /business /

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, 12000 રૂપિયા થયું સસ્તું, ખરીદી કરવાની ઉત્તમ તક

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, 12000 રૂપિયા થયું સસ્તું, ખરીદી કરવાની ઉત્તમ તક

ફાઇલ તસવીર.

સોનાના ભાવમાં સતત આઠમા દિવસે ઘટાડો નોંધાયો, 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 44,400 રૂપિયાની નજીક આવી ગઈ

    નવી દિલ્હી. જ્યાં એક તરફ લગ્નની સીઝન (Marriage Season) શરૂ થઈ રહી છે, તો બીજી તરફ સોનાના ભાવ (Gold Price)માં રોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલના સમયમાં ગ્રાહકોની પાસે સોનું ખરીદવાનો ઉત્તમ તક છે, કારણ કે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 44,400 રૂપિયાની નજીક આવી ગયો છે. ભારતીય બજારમાં આજે સતત આઠમો દિવસ છે જ્યારે સોનાના ભાવ (Gold Silver Price)માં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે MCX પર સોનું વાયદો 0.3 ટકા ઘટીને 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ચાંદી (Silver Price Today) વાયદો 0.6 ટકા ઘટીને 65,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ.

    ગત કારોબારી સત્રમાં સોનાનો ભાવ ઘટીને અનેક મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો. દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 44,589 પર બંધ થઈ હતી.

    અત્યાર સુધીમાં સોનું 12 હજાર રૂપિયા સસ્તું થયું

    સોનું છેલ્લા 10 મહિનાના નીચલા સ્તર પર આવી ગયું છે. ત્યારથી અત્યાર સુધી તેમના ભાવમાં લગભગ 12 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2020માં સોનું 56,200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું.

    આ પણ વાંચો, SBI આજથી સસ્તામાં વેચી રહી છે ઘર, ગાડી અને જમીન, જાણો કેવી રીતે ખરીદી શકાય

    10 ગ્રામ સોનાના આજના ભાવ

    દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જે 10 મહિનામાં નીચલા સ્તર પર છે. ગત કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઘટી ગયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 1,693.79 ડૉલર પ્રતિ ઔંસ પર સ્પોટ હતું,

    એક કિલો ચાંદીનો હાલનો ભાવ

    દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી વાયદો ઘટીને 65,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદીનો ભાવ 0.2 ટકા વધીને 25.35 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ.

    આ પણ વાંચો, નીતા અંબાણીનું એલાન- રિલાયન્સના તમામ કર્મચારી અને તેમના પરિવારોને ફ્રીમાં અપાશે કોરોના વેક્સીન

    જાણો એક્સપર્ટ્સનો મત

    એક્સપર્ટ્સનું માનવું છે કે સોનું-ચાંદી ખરીદવા માંગો છો તો આ યોગ્ય સમય છે. સોનાની કિંમત 44,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની પણ નીચે ગબડી ગઈ છે. MCX પર સોનાનો ભાવ મે 2020ના લેવલ પર આવી ગયો છે. એક્સપર્ટસનું કહેવું છે કે સોનું 43,880 રૂપિયા સુધી આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Gold price today, MCX, Silver Price Today, ગુજરાતી ન્યૂઝ, ગોલ્ડ, ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन