Gold Silver Price 2 August 2021: ગત સપ્તાહે દબાણમાં ચાલી રહેલા સોનામાં અંતિમ કારોબારી સત્ર એટલે કે શુક્રવાર, 30 જુલાઈએ તેજી જોવા મળી હતી. અંતે ગોલ્ડ સુસ્તીની ચાલથી બહાર આવ્યું હતું. યૂએેસ ફેડરલ મીટિંગના કારણે રોકાણકારો થોડા સતર્ક જોવા મળી રહ્યા હતા. જોકે , હવે ફરીથી સોનામાં (Gold Price Today) ઉછાળો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળાના કારણે સ્થાનિક માર્કેટોમાં પણ તેજી નોંધાઈ હતી. હાલ દિલ્હી અને કોલકાતામાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ પર 50,000 રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. બીજી તરફ, મુંબઈ અને ચેન્નઈમાં પણ આ લેવલની નજીક છે.
MCX પર આજે ગોલ્ડ 0.16 ટકા ઘટીને 47,926 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. બીજી તરફ, ચાંદી 0.3 ટકાના ઘટાડ સાથે 67,865 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. GoldPrice.org મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ (Gold Price Today)માં 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને 1809.21 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળ્યો. બીજી તરફ, ચાંદી (Silver Price Today)માં પણ 0.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને સિલ્વર 25.37 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર હતી.
અમદાવાદમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 47,500 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 49,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
વડોદરામાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડની કિંમત- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 47,030 રુપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ- નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
ગોલ્ડ રોકાણમાં સારા રિટર્નની તક- સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે.
સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર