Gold Silver Price Today: જાહેર થયા સોના-ચાંદીના ભાવ, જાણો આજે શું છે 10 ગ્રામ ગોલ્ડની કિંમત

પ્રતીકાત્મક તસવીર

Gold Silver Price Today: સતત બીજા દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

  • Share this:
    Gold Silver Price 26 August 2021: ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર બુધવાર સવારે સોના અને ચાંદીના વાયદા ટ્રેડમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9:52 વાગ્યે MCX ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price) સામાન્ય 0.01 ટકા એટલે કે 5 રૂપિયાના ઘટાડાની સાથે 47,174 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ સામન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી વાયદામાં 0.12 ટકા એટલે કે 74 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સિલ્વર વાયદો 63,198 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું.

    ગોલ્ડ તેના ઉચ્ચતમ સ્તરથી 9,000 રૂપિયા મળી રહ્યું છે સસ્તું

    નોંધનીય છે કે, ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ (Gold Price) તેના ઉચ્ચતમ સ્તર 56,200 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. તેની તુલનામાં હાલ સોનું 47,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો ગોલ્ડના ઉચ્ચતમ સ્તર સાથે હાલના ભાવની તુલના કરવામાં આવે તો તે 9,000 રૂપિયા સસ્તું છે. રોકાણકારો આ તકનો લાભ લઈ શકે છે, કારણ  કે વિશેષજ્ઞો સોનાનો ભાવ થોડાક સમયમાં 50 હજારને પાર જશે એવી આગાહી કરી રહ્યા છે.

    50,000 રૂપિયા સુધી જશે સોનું

    વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

    અમદાવાદ અને વડોદરામાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    Good Returns વેબસાઇટ મુજબ,  ગુરૂવાર સવારે અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,950 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,130 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, અમદાવાદ અને વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, Jio, Airtel અને Vi બેસ્ટ પ્લાન! એક વાર Recharge કરીને આખું વર્ષ કરો ફ્રી કોલિંગ, ડેટા પણ અધધ મળશે

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો કરી જાહેર, જાણો આપના શહેરનો ભાવ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: