Home /News /business /Gold Price Today: સોનું 56 હજારને પાર, ચાંદીમાં પણ વધારો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today: સોનું 56 હજારને પાર, ચાંદીમાં પણ વધારો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સોના ચાંદીના ભાવ વધ્યા

Today Gold, Silver Rate: દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 56,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 55,647 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

    નવી દિલ્હી: ભારતીય બુલિયન માર્કેટમાં સોમવારના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં કીમતી ધાતુઓના ભાવમાં તેજી વચ્ચે આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રૂપિયા733નો ઉછાળો નોંધાયો હતો.બીજી તરફ આજે ચાંદીના ભાવમાં રૂપિયા1,012નો ઉછાળો નોંધાયો હતો. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

    સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂપિયા 733 વધીને રૂપિયા 56,380 પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 55,647 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

    આજે ચાંદી કેટલી પહોંચી?

    ચાંદીની કિંમત પણ 1,012 રૂપિયા વધીને 69,834 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ રૂપિયા 68,822 પ્રતિ કિલો હતો.

    આ પણ વાંચો: CNG Price Hike: આ કંપનીએ કર્યો ગેસ મોંઘો, મહિનામાં બીજી વખત ભાવ વધારો, જુઓ નવા રેટ

    HDFC સિક્યોરિટીઝના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, યુએસ ડૉલરમાં નબળાઈને કારણે એશિયન ટ્રેડિંગ કલાકોમાં સોમવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. સોનામાં આ તેજીનું વલણ કારોબારમાં ચાલુ રહેવાની ધારણા છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઉછાળો

    વિદેશી બજારોમાં સોનું 1,875 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદી પણ ઝડપથી વધીને $23.92 પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

    મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર

    નોંધનીય છે કે, આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.

    આ પણ વાંચો: Petrol Diesel Price: ક્રૂડ 80 ડૉલરની નીચે પહોંચ્યું, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જુઓ તમારા શહેરના રેટ

    Budget: વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત ડ્યુટી ઘટાડવાની સલાહ આપી

    તમને જણાવી દઈએ કે, વાણિજ્ય મંત્રાલયે સોના પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે, નાણામંત્રી આગામી કેન્દ્રીય બજેટમાં આ નિર્ણય લઈ શકે છે. આ સાથે, નિકાસને પ્રોત્સાહન આપવાની સાથે, દેશમાં જેમ્સ અને જ્વેલરીના ઉત્પાદનમાં વધારો થશે, આ વર્ષે જુલાઈમાં કેન્દ્ર સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Business news, Gold price, Gold silver price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन